ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં કચરામાંથી હવે વીજળી ઉત્પન્ન થશે, જાણો કેવી રીતે

Text To Speech
  • પંદર મેગાવોટ પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનો આરંભ થશે
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1 નવેમ્બરને શુક્રવારે આરંભ કરાવશે
  • ઉત્પન્ન થનારી વીજળી જી.ઈ.બી.ની પાવરગ્રીડમાં સપ્લાય કરાશે

અમદાવાદમાં કચરામાંથી હવે વીજળી મળતી થશે. જેમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં 1000 ટન કચરામાંથી હવે 15 મેગાવોટ વીજળી મળતી થશે. તેમાં પંદર મેગાવોટ પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1 નવેમ્બરને શુક્રવારે આરંભ કરાવશે.

પંદર મેગાવોટ પ્રતિ કલાક વીજળી ઉતપન્ન કરવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાંથી એકત્ર કરવામાં આવતા ઘન કચરા પૈકી દૈનિક એક હજાર ટન કચરાને પ્રોસેસ કરી વીજળી ઉતપન્ન કરવા જીંદાલ અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્લાન્ટ શરુ કરવા વર્ષ-2016માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પ્લાન્ટ શરુ કરવાની સમય મર્યાદામાં નવેમ્બર-2024 સુધીનો વધારો કરી આપવામાં આવ્યો હતો. એજન્સી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટને આરડીએફ બેઈઝ ઈન્સીનરેશન ટેકનોલોજીની મદદથી બોઈલરમાં વેસ્ટ ઈન્સીનરેટ કરી 65 ટીએચપી સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે પંદર મેગાવોટ પ્રતિ કલાકની ક્ષમતાના ટર્બાઈન મારફતે પંદર મેગાવોટ પ્રતિ કલાક વીજળી ઉતપન્ન કરવામાં આવશે.

ઉત્પન્ન થનારી વીજળી જી.ઈ.બી.ની પાવરગ્રીડમાં સપ્લાય કરાશે

ઉત્પન્ન થનારી વીજળી જી.ઈ.બી.ની પાવરગ્રીડમાં સપ્લાય કરાશે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા એજન્સીને પ્રતિ કિલો હોર્સ રુપિયા 6.31 તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રતિ કિલો હોર્સ રુપિયા ૦.76 વાયેબીલીટી ગેપ ફંડ તરીકે આપવામાં આવશે. 1 નવેમ્બરને શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી પીરાણા-પીપળજ રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટનો આરંભ કરાવશે. આ અગાઉ અમદાવાદ ફાયર વિભાગ તરફથી પીરાણા ડમ્પ સાઈટ ઉપરથી ઉડતી ધૂળને અટકાવવા વીસ હજાર લિટર પાણીની ક્ષમતા ધરાવતા ગજરાજ, વોટર ટેન્કર જેવા વાહનોની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદનો આ રોડ કાયમી બંધ થશે, અવરજવર માટે નવો રૂટ શરૂ કરાયો

Back to top button