ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: પોલીસ દિવાળીના તહેવારોમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને મેમો નહિ પણ આ વસ્તુ આપશે

Text To Speech
  • પોલીસને ટ્રાફિકના નિયમાનો ભંગ કરનાર સામે કાર્યવાહી ન કરવા માટે સુચના
  • ટ્રાફિક અવેરનેસના પ્રોજેક્ટથી સમજાવવામાં આવશે
  • નવતર પ્રયોગ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે

ગુજરાત પોલીસે દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને મેમો આપવાને બદલે ટફિક અવેરનેસ પેમ્ફલેટ અને ગુલાબનું ફુલ આપીને સમજણ આપશે. જેમાં ૩૦ ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી પોલીસને ટ્રાફિકના નિયમાનો ભંગ કરનાર સામે કાર્યવાહી ન કરવા માટે સુચના આપી છે.

નવતર પ્રયોગ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે

વાહનચાલકોમાં ટ્રાફિકને પુરતી અવેરનેસ ન હોવાને કારણે પોલીસ દ્વારા તહેવારોમાં આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. નવતર પ્રયોગ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હેલ્મેટ નહી પહેરનાર, સીટ બેલ્ટ નહી બાંધનાર, ઓવર સ્પીડ, રોંગ સાઇડ ડઇવીંગ અને લેન ભંગના ગુનામાં મેમો નહી અપાઇ. રાજ્યના ગૃહવિભાગ અને ગુજરાત પોલીસે રાજ્યભરમાં ટફિકના નિયમોનો ભંગ કરનાર લોકોમાં જાગૃતિ આવે તે માટે દિવાળીને તહેવારમાં એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં પોલીસ ૩૦મી ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન ટ્રાફિરના નિયમોનો ભંગ કરનારને મેમો નહી પણ ગુલાબનું ફુલ તેમજ જાગૃતિ માટેની પત્રિકા આપશે. સાથેસાથે તેમને ટ્રાફિકના નિયમોના ભંગથી થતા કાયદાકીય, પારિવારીક નુકશાન અંગે પણ સમજાવવામાં આવશે.

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ટ્રાફિક અવેરનેસના પ્રોજેક્ટથી સમજાવવામાં આવશે

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ટ્રાફિકના પ્રશ્નો લોકોમાં ધાર્યા મુજબની સમજણ નથી અને અનેક લોકો જાણી જોઇને નિયમોનો ભંગ કરે છે. જેના કારણે અનેક કિસ્સામાં પરિવારજનોને પણ ભોગવવાનું આવે છે. જેથી લોકોને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ટ્રાફિક અવેરનેસના પ્રોજેક્ટથી સમજાવવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

Back to top button