દેવઉઠી એકાદશી ક્યારે? કેમ કહેવાય છે ખાસ? જાણો શુભ સમય
- નવેમ્બર મહિનામાં દેવઉઠી એકાદશી વ્રત રાખવામાં આવશે. આ વ્રત કેમ માનવામાં આવે છે ખૂબ જ ખાસ અને શું છે તેનું મહત્ત્વ?
HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં આમ તો દરેક એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં એકાદશી વ્રત રાખવામાં આવે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને સુખ, સંપતિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે અને અંતે વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નવેમ્બર મહિનામાં દેવઉઠી એકાદશી વ્રત રાખવામાં આવશે. આ વ્રત કેમ માનવામાં આવે છે ખૂબ જ ખાસ અને શું છે તેનું મહત્ત્વ?
ક્યારે છે દેવઉઠી એકાદશી?
હિંદૂ પંચાગ અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીની શરૂઆત 11 નવેમ્બરે સાંજે 6.46 વાગ્યે થશે અને એકાદશી સમાપ્ત 12 નવેમ્બરે સાંજે 4.04 વાગ્યે થશે. આ વર્ષે દેવઉઠી એકાદશીનું વ્રત 12 નવેમ્બર મંગળવારના દિવસે કરવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ યોગ નિંદ્રામાંથી જાગે છે અને આજ દિવસથી શુભ તેમજ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.
દેવઉઠી એકાદશી વ્રતના પારણા
દેવઉઠી એકાદશી વ્રતના પારણા 13 નવેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. ઉપવાસ તોડવાનો શુભ સમય 13મી નવેમ્બરે સવારે 06.42 થી 08.51 સુધીનો રહેશે.
આ પણ વાંચોઃ દિવાળીની પૂજા કેવી રીતે કરશો, જાણો શું જોઈશે સામગ્રી, કયું છે શ્રેષ્ઠ મુહૂર્ત?