ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ડિજિટલ એરેસ્ટ પર સરકાર કડક! ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના

  • આ સમિતિ ડિજિટલ એરેસ્ટના કેસોની તપાસ કરતી સંબંધિત એજન્સી અથવા પોલીસની તપાસ પર નજર રાખશે

નવી દિલ્હી, 30 ઓકટોબર: દેશમાં ડિજિટલ એરેસ્ટ ટેક્સ ફ્રોડના વધતા જતા મામલાઓને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. મંત્રાલયે આજે બુધવારે આ અંગે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ કમિટી ડિજિટલ એરેસ્ટના કેસોની તપાસ કરતી સંબંધિત એજન્સી અથવા પોલીસની તપાસ પર નજર રાખશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ડિજિટલ એરેસ્ટ વિરુદ્ધ વાત કરી હતી.

સ્પેશીયલ સેક્રેટરી ઇન્ટરનલ સિક્યોરીટી આ સમિતિનું નેતૃત્વ કરશે. કમિટીને ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા સચિવએ સમિતિની સતત દેખરેખ કરતા રહેશે. ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર, જેને 14C તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસનો સંપર્ક કર્યો છે અને તેમને સમિતિ વિશે માહિતી આપી છે.

વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 6 હજારથી વધુ કેસ

આ વર્ષે અત્યાર સુધીમાં દેશભરમાં ડિજિટલ એરેસ્ટના 6,000 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 14Cએ કૌભાંડના સંબંધમાં 6 લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે, જે લોકોને ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં ખોટી રીતે ફસાવીને નિશાન બનાવે છે. સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે પણ ઓછામાં ઓછી 709 મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સત્તાવાળાઓએ સાયબર ફ્રોડ સંબંધિત 3.25 લાખ નકલી બેંક ખાતાઓને ફ્રીઝ કરવાનો આદેશ પણ આપ્યો છે.

PM મોદીએ “મન કી બાત”માં આપી હતી ચેતવણી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના ‘મન કી બાત’ના 115મા એપિસોડમાં દેશવાસીઓને ડિજિટલ એરેસ્ટ સામે ચેતવણી આપી હતી. તેમણે આ નવી છેતરપિંડીથી બચવા માટે ‘થોભો, વિચારો અને પગલાં લો’નું સૂત્ર આપ્યું હતું. આ દરમિયાન, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડિજિટલ એરેસ્ટ અંગે જાહેર કરવામાં આવેલો ડેટા ખૂબ જ આઘાતજનક છે. આ આંકડાઓ અનુસાર, જાન્યુઆરીથી એપ્રિલ 2024 વચ્ચે ડિજિટલ એરેસ્ટને કારણે લોકોએ 120 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું છે.

46 ટકા ગુનાઓ અન્ય દેશોમાંથી આચરવામાં આવે છે

જ્યારે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે 2024માં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન ડિજિટલ ધરપકડના કેસોનો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે, આ રીતે છેતરપિંડીના મોટાભાગના કેસો દક્ષિણ એશિયાના દેશોમાંથી થયા હતા. કંબોડિયા, લાઓસ અને મ્યાનમાર હતા. આ ત્રણ દેશોમાંથી કુલ ગુનાઓમાંથી 46% ઓપરેટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ભારતમાં લોકોને ડિજિટલ એરેસ્ટ દ્વારા લગભગ 1776 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ડિજિટલ એરેસ્ટ શું છે, જાણો PTIના આ ગ્રાફિક દ્વારાઃ

https://threadreaderapp.com/thread/1834624271416803723.html

આ પણ જૂઓ: ફેરપ્લે સટ્ટાબાજી એપનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો, EDએ દરોડા પાડ્યા

Back to top button