ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કન્નડ અભિનેતા દર્શનને HCમાંથી રાહત, તબીબી આધાર પર મળ્યા જામીન

Text To Speech
  • અભિનેતા દર્શન અને તેના મિત્રો સહિત કુલ 15 લોકો પર ચાહકની હત્યાનો આરોપ છે

બેંગલુરુ, 30 ઓકટોબર: સાઉથ એક્ટર દર્શન થોગુદીપાને આજે બુધવારે કર્ણાટક હાઈકોર્ટે જામીન આપી દીધા છે. તબીબી સારવારના આધારે દર્શનને 6 અઠવાડિયાના જામીન આપવામાં આવ્યા છે. દર્શન અને તેના મિત્રો સહિત કુલ 15 લોકો પર ચાહકની હત્યાનો આરોપ છે. આ હત્યા જૂન મહિનામાં થઈ હતી. જે બાદ પોલીસે આ કેસમાં લોકોની ધરપકડ કરી હતી. આ જ કેસમાં દર્શનની પણ પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો. હવે આ મામલે સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે.

 

કોર્ટે પોતાનો નિર્ણય જાહેર સંભળાવ્યો

કર્ણાટક હાઈકોર્ટમાં મંગળવારે આ મામલે સુનાવણી થઈ હતી. બંને પક્ષોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આજે બુધવારે કર્ણાટક હાઈકોર્ટે દર્શનને 6 અઠવાડિયા માટે જામીન આપ્યા છે. દર્શનના વકીલે મંગળવારે કોર્ટમાં દલીલ કરી હતી કે, તે(દર્શન) તેના બંને પગમાં સુન્નતા અનુભવી રહ્યો છે. દર્શનના વકીલે કહ્યું હતું કે, મૈસુરની ખાનગી હોસ્પિટલમાં દર્શનની સારવાર કરાવવા માંગે છે. સરકારી વકીલે આ બાબતનો વિરોધ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દર્શનની સારવાર બેંગલુરુમાં પણ થઈ શકે છે. આ પહેલા મેડીકલ બોર્ડે દર્શનની સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મંગળવારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો ન હતો. હવે આજે બુધવારે હાઈકોર્ટે દર્શનને લઈને ચુકાદો આપ્યો છે. હવે દર્શન 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન પર રહેશે. આ સમય દરમિયાન, તેઓ મૈસૂરમાં તેમના પગની સર્જરી કરાવશે.

આ પણ જૂઓ: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, 2 કરોડની ખંડણી માંગી

Back to top button