‘જેકેટ વેચીને ટિકિટનો ખર્ચ વસૂલ કરીશું!’ દિલજીત દોસાંઝે મહિલાને આપ્યું પોતાનું જેકેટ; જૂઓ વીડિયો
- દિલ્હીમાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો કોન્સર્ટ એક મહિલા માંટે ખૂબ જ ખાસ બની ગયો હતો
નવી દિલ્હી, 30 ઓકટોબર: દિલ્હીવાસીઓ તાજેતરમાં આનંદમાં નાચવા લાગ્યા જ્યારે તેમના શહેરમાં પ્રખ્યાત પંજાબી અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું અને તેના ગીતોથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા. આ શોમાં સેંકડો લોકો એકઠા થયા હતા, આ રાત દરેક માટે ખૂબ જ ખાસ રહી હતી કારણ કે તેમનો મનપસંદ સિંગર તેમની સામે પરફોર્મ કરી રહ્યો હતો, પરંતુ એક મહિલા માટે આ રાત સૌથી ખાસ સાબિત થઈ કારણ કે પરફોર્મ કરતી વખતે દિલજીતે તે મહિલાને પોતાનું જેકેટ ગિફ્ટ કર્યું હતું, પરંતુ મહિલા જેટલી લાગણીશીલ હતી, તેનો પતિ તેના કરતા વધુ ભાવુક બન્યો જે જેકેટ મળતાં જ રડવા લાગ્યો. તેણે રડતો જોઈને લોકો કન્ફ્યુઝ થઈ ગયા અને અનેક તર્કવિતર્ક કરવા લાગ્યા. હવે તે વ્યક્તિના રડવા અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
જૂઓ આ વાયરલ વીડિયો
पत्नी को कलेक्टर बनने का कॉल लेटर मिलने के पश्चात हीरा ठाकुर । pic.twitter.com/wrR4lJl9Hh
— खुरपेंच (@khurpenchh) October 28, 2024
હાલમાં જ ટ્વિટર એકાઉન્ટ @khurpenchh પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જે દિલજીત દોસાંઝના કોન્સર્ટ સાથે સંબંધિત છે. તાજેતરમાં દિલજીતે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એક કોન્સર્ટનું આયોજન કર્યું હતું જેમાં સેંકડો લોકો એકઠા થયા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર આ પ્રોગ્રામ સાથે જોડાયેલા ઘણા વીડિયો અને ફોટોઝ પણ શેર કર્યા, જેને જોઈને બધા દિલજીત અને તેના સ્ટારડમના દીવાના થઈ ગયા છે.
મહિલાને ભેટમાં મળ્યું જેકેટ
આ દરમિયાન એક મહિલા અને તેના પતિની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે દિલજીતે દોસાંઝે સ્ટેજ પરથી એક મહિલાને પોતાનું જેકેટ ગિફ્ટ કર્યું હતું. તે સમયે દિલજીત સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો. આગળ એક મહિલા ઉભી હતી, તેનો પતિ તેની પાછળ હતો. જો કે, આ પુરૂષ મહિલાનો પતિ હોવાની કોઈ નક્કર માહિતી નથી. સોશિયલ મીડિયા પર તેને તેનો પતિ કહેવામાં આવી રહ્યો છે. જ્યારે ત્યાં હાજર વ્યક્તિએ દિલજીતનું જેકેટ મહિલાને આપવાનું શરૂ કર્યું તો તેની પાછળ ઉભેલો વ્યક્તિ એટલો ભાવુક થઈ ગયો કે તે જોરથી રડવા લાગ્યો. તેને રડતો જોઈને લોકો પણ અનુમાન કરવા લાગ્યા કે તે શા માટે રડે છે.
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને 15 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું છે કે, “આ વ્યક્તિ ચોક્કસપણે જેકેટ વેચશે અને ટિકિટના પૈસા વસૂલ કરશે.” અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “આ વ્યક્તિ એટલો ઈમોશનલ થઈ રહ્યો છે જાણે દિલજીતે તેના પાર્ટનરને ડેટ પર બોલાવી હોય.” બીજા યુઝરે કહ્યું કે, “કોઈ ગરીબને ધાબળો મળે તો પણ તે તેણીના પતિ જેટલો ખુશ નથી થતો!” અન્ય એકે કહ્યું કે, “પત્નીને કલેક્ટર બનવાનો કોલ લેટર મળ્યા બાદ હીરા ઠાકુર.“
આ પણ જૂઓ: સોનૂ નિગમની પાછળ સ્ટેજ પર થઈ મારામારી, તો પણ ના તૂટ્યો સિંગરનો સૂર