ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, 2 કરોડની ખંડણી માંગી

  • મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમને અજાણ્યા વ્યક્તિ દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો હતો

મુંબઈ, 30 ઓકટોબર: બૉલીવુડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનારા વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની માગણી કરી છે અને જો પૈસા નહીં મળે તો સલમાનને મારી નાખવાની ધમકી આપી છે. આ પહેલા પણ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. તાજેતરમાં જ પોલીસે સલમાનને ધમકી આપનારની નોઈડાથી ધરપકડ કરી હતી.

મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમને મંગળવારે એક મેસેજ મળ્યો હતો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી હતી. ધમકી આપનાર વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની માગણી કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, મેસેજ મોકલનાર વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે.

વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ 

ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ પહેલા મંગળવારે પણ સલમાન ખાન અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ઝીશાન અને સલમાન ખાન બંનેને ધમકી આપવામાં આવી હતી અને પૈસાની માંગ કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે નોઈડાથી મોહમ્મદ તૈયબ ઉર્ફે ગુરફાન ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી દિલ્હીનો રહેવાસી છે. તેની સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મુંબઈ પોલીસે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

કાળા હરણની પૂજા કરે છે સમુદાય

સલમાન અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચે વિવાદ 1998માં શરૂ થયો હતો. જ્યારે અભિનેતા વિરુદ્ધ કાળા હરણના શિકારનો કેસ નોંધવામાં આવ્યો હતો. લોરેન્સે 2018માં જોધપુરમાં કોર્ટમાં હાજરી દરમિયાન અભિનેતાને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી સલમાનને જાનથી મારી નાખવાની ઘણી ધમકીઓ મળી છે.

શિકારની આ ઘટના રાજસ્થાનમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન બની હતી, જ્યારે લોરેન્સ બિશ્નોઈ ઉર્ફે બલકરણ બરાર પાંચ વર્ષનો હતો. આ ઘટનાથી બિશ્નોઈ સમુદાય નારાજ છે, જેઓ કાળિયાર હરણનું પૂજન અને સન્માન કરે છે. સલમાન આ કેસમાં મુખ્ય આરોપી હતો અને તેને 2018માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોકે કોર્ટે તેને નિર્દોષ પણ જાહેર કર્યો હતો.

આ પણ જૂઓ: લોરેન્સ બિશ્નોઈના જેલવાળા ઈન્ટરવ્યુ પર ભડકી હાઈકોર્ટ, કહ્યું: પોલીસ અને આરોપીની મિલીભગત

Back to top button