ચીને પોતાનું ‘ડ્રીમ’ મિશન લોન્ચ કર્યું, 3 અંતરિક્ષયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર મોકલ્યા
- ચીને તેનું સ્પેસ મિશન શેનઝોઉ-19 લોન્ચ કર્યું, મિશનમાં ચીનની પ્રથમ મહિલા સ્પેસ એન્જિનિયરે ઉડાન ભરી છે
બીજિંગ, 30 ઓકટોબર: ચીને અંતરિક્ષ ક્ષેત્રે મોટી છલાંગ લગાવી છે. ચીને તેનું સ્પેસ મિશન શેનઝોઉ-19 લોન્ચ કર્યું છે. આ મિશન એટલા માટે પણ ખાસ છે કારણ કે આ મિશનમાં ચીનની પ્રથમ મહિલા સ્પેસ એન્જિનિયરે ઉડાન ભરી છે. આ મિશન હેઠળ ચીનના ત્રણ અંતરીક્ષયાત્રીઓ છ મહિનાના મિશન પર તિયાંગોંગ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા છે. તિઆંગોંગ ટીમ સ્પેસ પ્રોગ્રામ હેઠળ પ્રયોગો હાથ ધરશે, જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ચંદ્ર પર અંતરીક્ષયાત્રીઓને મોકલવાનો અને ત્યાં બેઝ બનાવવાનો છે.
Congratulations to the successful launch of #Shenzhou19 crewed spaceship🚀 and wish the 3 astronauts all the best! #SpaceChina pic.twitter.com/v26V0pAExK
— CAI Run 蔡润 (@AmbCaiRun) October 29, 2024
સફળ રહ્યું પ્રક્ષેપણ
ચાઇના માનવયુક્ત સ્પેસ એજન્સી (સીએમએસએ)એ જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ચીનના જિઉક્વાન સેટેલાઇટ લૉન્ચ સેન્ટરથી સવારે 4:27 વાગ્યે (બેઇજિંગ સમય) મિશન ઉપડ્યું હતું. મિશનના પ્રક્ષેપણના 10 મિનિટ પછી, શેનઝોઉ-19 અંતરીક્ષયાન રોકેટથી અલગ થઈ ગયું અને તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. CMSAએ કહ્યું કે, તમામ અંતરીક્ષયાત્રીઓ એકદમ સ્વસ્થ છે અને પ્રક્ષેપણ સંપૂર્ણ રીતે સફળ રહ્યું.
મિશનમાં કોણ સામેલ છે?
નાઝોઉ-19 ક્રૂમાં મિશન કમાન્ડર કાઈ ઝુઝે, અંતરીક્ષયાત્રી સોંગ લિંગડોંગ અને વાંગ હાઓઝનો સમાવેશ થાય છે. વાંગ હાઓઝે ચીનની એકમાત્ર મહિલા સ્પેસ ફ્લાઈટ એન્જિનિયર છે. Cai Xuezhe એક અનુભવી અંતરીક્ષયાત્રી છે, આ પહેલા તેમણે વર્ષ 2022માં શેનઝોઉ-14 મિશનમાંઅંતરીક્ષની યાત્રા પણ કરી હતી. ચીનના અંતરીક્ષયાત્રીઓની ત્રીજી બેચનો ભાગ સોંગ અને વાંગ પ્રથમ વખત અંતરીક્ષમાં પગ મુકવા જઈ રહ્યા છે.
અંતરીક્ષયાત્રીઓ સામે છે પડકાર
અંતરીક્ષયાત્રીઓને મિશનમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં અંતરીક્ષ વિજ્ઞાન અને એપ્લિકેશન ટેસ્ટ કરવી, પ્રોટેક્ટિવ ડીવાઇઝ સ્થાપિત કરવા અને વધારાના વાહન પેલોડ અને સાધનો સ્થાપિત કરવા સામેલ છે. CMSAના પ્રવક્તા લિન ઝિકિયાંગે લોન્ચ પહેલા કહ્યું હતું કે, તેઓ અંતરીક્ષ વિજ્ઞાન સંશોધન અને તકનીકી પ્રયોગો હાથ ધરશે, જેમાં અંતરીક્ષ જીવન વિજ્ઞાન, માઇક્રોગ્રેવીટી મૌલિક ફિઝિક્સ, અંતરીક્ષ સામગ્રી વિજ્ઞાન, અંતરીક્ષ દવા અને નવી અંતરીક્ષ તકનીકો સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવશે.
ક્યારે પાછા આવશે?
ચાઇના માનવયુક્ત સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, શેનઝોઉ-19 અંતરીક્ષયાત્રીઓ આવતા વર્ષના એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં ઉત્તરી ચીનના આંતરિક મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રમાં ડોંગફેંગ લેન્ડિંગ સાઇટ પર પાછા ફરશે. CMSAએ એપ્રિલમાં જાહેર કર્યું હતું કે, ચીને તેના સ્પેસ સ્ટેશન પર 130થી વધુ વૈજ્ઞાનિક સંશોધન અને એપ્લિકેશન પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.
આ પણ જૂઓ: હરિયાણા ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના આરોપો ECએ ફગાવ્યા, 1642 પેજનો જવાબ આપ્યો, જાણો શું કહ્યું