ઉત્તર ગુજરાતગુજરાત
લાંબા વિરામ બાદ ડીસામાં વરસાદની એન્ટ્રી
પાલનપુર: છેલ્લા એક સપ્તાહના વિરામ બાદ ગુરુવારે બપોરે ડીસામાં વરસાદ પડ્યો. દિવસ અને રાત્રે બફારો તેમજ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે બપોરે ઉકળાટનું વાતાવરણ રહ્યું હતું. આકાશમાં વાદળો ગોરંભાયા હતા, અને ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ હતી. સતત વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી છે.
વરસાદથી ઉમરદસી નદીમાં નવા નીરની આવક
ડીસામાં વરસાદનો પ્રથમ રાઉન્ડ થયો હતો. ત્યારે સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો. ત્યાર પછી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડતા હતા. ત્યારે ગુરુવારે બપોરે વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે. અત્યાર સુધીમાં ડીસાનો સિઝનનો કુલ 416 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના પૂર્વ વિસ્તારમાં ગોઢના જંગલની આજુબાજુ એક દિવસ અગાઉ થયેલા વરસાદથી ઉમરદસી નદીમાં પાણી આવ્યું હતું.