સિંઘમ અગેઈન v/s ભૂલ ભુલૈયા 3: કોણ કોની પર ભારે પડશે, જુઓ એડવાન્સ બુકિંગના આંકડા
- નિર્માતાઓ અને વિતરકો વચ્ચે પોતપોતાની ફિલ્મો ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘સિંઘમ અગેઈન’ માટે વધુ સ્ક્રીન મેળવવાની ખેંચતાણ ચાલી રહી છે
29 ઓક્ટોબર, મુંબઈઃ ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘સિંઘમ અગેઈન’ના એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસનો રિપોર્ટ સામે આવ્યો છે. બંને ફિલ્મો 1લી નવેમ્બરે રીલીઝ થવાની છે. બે ફ્રેન્ચાઇઝી ફિલ્મો વચ્ચે એડવાન્સ બુકિંગનો મહામુકાબલો જોવા મળી રહ્યો છે. નિર્માતાઓ અને વિતરકો વચ્ચે પોતપોતાની ફિલ્મો ‘ભૂલ ભુલૈયા 3′ અને ‘સિંઘમ અગેઈન’ માટે વધુ સ્ક્રીન મેળવવાની ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન કાર્તિક આર્યન અને અજય દેવગનની ફિલ્મોના એડવાન્સ બુકિંગના અહેવાલો પણ સામે આવ્યા છે.
‘સિંઘમ અગેઇન’ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે તેવી અપેક્ષા છે. આ ફિલ્મના પહેલા દિવસનું એડવાન્સ બુકિંગ અપડેટ કંઈક આ પ્રકારનું છે. અજય દેવગનની ફિલ્મની 3313 ટિકિટો વેચાઈ છે. હિન્દી સિવાય આ ફિલ્મે સમગ્ર ભારતમાં 12.3 લાખ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. ફિલ્મે રિલીઝના બે દિવસ પહેલા જ સારું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે વિશ્વભરમાં 23.98 લાખ રૂપિયાની કમાણી કરી છે.
આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને જિયો સ્ટુડિયો, રોહિત શેટ્ટી પ્રોડક્શન્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે. અજય દેવગન, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, રણવીર સિંહ, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ અને જેકી શ્રોફ ‘સિંઘમ અગેઈન’માં જોવા મળવાના છે.
‘ભૂલ ભુલૈયા 3’ પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે તેવી અપેક્ષા છે. આ ફિલ્મના પહેલા દિવસનું એડવાન્સ બુકિંગ આવી ગયું છે. કાર્તિક આર્યનની ફિલ્મે એડવાન્સ બુકિંગના પહેલા દિવસે 29442 ટિકિટ વેચી છે. હિન્દી સિવાય આ ફિલ્મે સમગ્ર ભારતમાં 75.97 લાખ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. ફિલ્મે રિલીઝના બે દિવસ પહેલા જ શાનદાર બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1.48 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું છે અને ટી-સિરીઝ અને સિને1 સ્ટુડિયો દ્વારા નિર્મિત છે. ‘ભૂલ ભુલૈયા 3’માં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી, રાજપાલ યાદવ અને માધુરી દીક્ષિત ધૂમ મચાવતા જોવા મળશે.
આ પણ વાંચોઃ સોનૂ નિગમની પાછળ સ્ટેજ પર થઈ મારામારી, તો પણ ના તૂટ્યો સિંગરનો સૂર