ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને જાનથી મારી નાખવાની ધમકી, નોઈડામાંથી આરોપીની ધરપકડ

  • જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર સુરક્ષા વધારી દેવામાં આવી

મુંબઈ, 29 ઓકટોબર:બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેમના પુત્ર અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઓફિસના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને કોઈ અજાણ્યા વ્યક્તિએ ઝીશાન સિદ્દીકીને આ ધમકી આપી અને પૈસાની માંગણી કરી છે. મળતી માહિતી મુજબ, ધમકીભર્યો ફોન બાંદ્રા પૂર્વમાં ઝીશાન સિદ્દીકીના જનસંપર્ક કાર્યાલયના ફોન પર આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન ઝીશાન સિદ્દીકી અને સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની ઉત્તરપ્રદેશના નોઈડાથી ધરપકડ કરવામાં આવી છે.

 

ધમકી આપનાર આરોપીની ધરપકડ

ઝીશાન સિદ્દીકીની ઓફિસના કર્મચારીએ આપેલી ફરિયાદના આધારે નિર્મલનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની નોઈડાથી ધરપકડ કરી છે. ધમકી આપનાર વ્યક્તિની ઉંમર 24 વર્ષ છે. તેનું નામ ગુરફાન ખાન ઉર્ફે મોહમ્મદ તૈયબ છે. મુંબઈની નિર્મલનગર પોલીસે નોઈડાથી તેની ધરપકડ કરી છે.

 

અગાઉ પણ ધમકીઓ મળી છે

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ઝીશાન સિદ્દીકીને મુંબઈમાં તેના પિતાની ગોળી મારીને હત્યા કરવાના થોડા દિવસો પહેલા જ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી અને હવે ફરી એકવાર તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

બંનેને મારવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો

બાબા સિદ્દીકી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, ઝીશાન અને બાબા સિદ્દીકી બંને તેમના નિશાના પર હતા. તેઓને જે પણ મળે તેના પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ રીતે ઝીશાન સિદ્દીકી પણ આરોપીઓના નિશાના પર હતો. આરોપીએ પોલીસ પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે, ઝીશાન અને બાબા સિદ્દીકીને મારવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આ પણ જૂઓ: કેરળના CM પિનરાઈ વિજયનના કાફલાની સામે આવી પાપાની પરી! માંડ માંડ બચ્યા મુખ્યમંત્રી, જૂઓ વીડિયો

Back to top button