અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવા પ્લોટના ક્ષેત્રફળ મુજબ ચાર્જ લેવાશે
- બે હજાર સ્કવેર મીટર સુધીના પ્લોટમાંથી કચરો ઉપાડવા 5 હજાર સુધીનો ચાર્જ
- વપરાશના ક્ષેત્રફળ પ્રમાણે ચાર્જ રુપિયામાં નક્કી કરાયા છે
- આ પ્રકારની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરાશે
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવા પ્લોટના ક્ષેત્રફળ મુજબ ચાર્જ લેવાશે. જેમાં શહેરમાં ખાનગી કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ કે સામાજીક પ્રસંગ કરવા માંગતા હોવ તો હવે ખર્ચ વધી જશે. તેમાં 500 સ્કેવર મીટર સુધીનુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટમાંથી કીચન કે નોન કીચન વેસ્ટ એક વખત ઉપાડવાના મ્યુનિસિપલ કોર્પોરેશન રુપિયા એક હજારનો ચાર્જ વસૂલ કરશે.
એક વખત કચરો ઉપાડવા રુપિયા પાંચ હજારસુધીનો ચાર્જ વસૂલાશે
આ પ્રકારે બે હજાર સ્કવેર મીટર સુધીના પ્લોટમાંથી એક વખત કચરો ઉપાડવા રુપિયા પાંચ હજાર સુધીનો ચાર્જ વસૂલાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ એન્ડ સોલીડવેસ્ટ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં અમદાવાદમાં યોજાતા સામાજિક મેળાવડા, લગ્ન પ્રસંગ કે અન્ય ધાર્મિક પ્રસંગ સહિત મોટી સંખ્યામાં જયાં નાગરિકો હાજર રહેતાં હોય એવા કાર્યક્રમો માટે ભાડે આપવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવેલાં ખાનગી કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ તેમજ ઓપન પ્લોટમાં ઉતપન્ન થતાં કીચન-નોન કીચન વેસ્ટના નિકાલ માટે નકકી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો અમલ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ તમામ સ્થળેથી પ્રસંગ દીઠ કચરાના કલેકશન માટે પ્લોટના ક્ષેત્રફળના આધારે ચાર્જ વસૂલ કરવા કમિટી દ્વારા મંજૂરી અપાઈ છે.
વપરાશના ક્ષેત્રફળ પ્રમાણે ચાર્જ રુપિયામાં નક્કી કરાયા છે
કચરાના કલેકશન માટેની તમામ જવાબદારી પ્રોપરાઈટર, ઓર્ગેનાઈઝર,માલિક કે વપરાશ કર્તાની રહેશે.નોન કીચન વેસ્ટ કે સુકો કચરો મ્યુનિ.ના ડોર ટુ ડોર વાહનને આપવાનો રહેશે અન્યથા રીસાયકલ માટે આપવાનો રહેશે. આ પ્રકારની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરાશે. જેમાં કયાં-કેટલો ચાર્જ વસૂલ કરાશે તેવામાં વપરાશના ક્ષેત્રફળ પ્રમાણે ચાર્જ રુપિયામાં નક્કી કરાયા છે.
આ પણ વાંચો: અમદાવાદ: રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ બંધ, જાણો શું છે કારણ