કેરળના CM પિનરાઈ વિજયનના કાફલાની સામે આવી પાપાની પરી! માંડ માંડ બચ્યા મુખ્યમંત્રી, જૂઓ વીડિયો
- CM વિજયનની સત્તાવાર કાર સહિત પાંચ વાહનો એકબીજા સાથે અથડાઇ ગયા
તિરુવનંતપુરમ, 29 ઓક્ટોબર: કેરળના તિરુવનંતપુરમના વામનપુરમમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના કાફલાને દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે સાંજે થયેલી દુર્ઘટનામાં CM વિજયનની સત્તાવાર કાર સહિત પાંચ વાહનો એકબીજા સાથે અથડાઇ ગયા હતા. તેમની કારને વધુ નુકસાન થયું ન હતું, જ્યારે બાકીના તમામ વાહનોને ભારે નુકસાન થયું હતું. દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. CM કોટ્ટયમથી તિરુવનંતપુરમ પરત ફરી રહ્યા હતા.
આ દુર્ઘટના વામનપુરમ પાર્ક જંકશન પર સાંજે લગભગ 5.45 વાગ્યે બની હતી. અચાનક મુખ્યમંત્રીના સુરક્ષા કાફલાની સામે એક છોકરી સ્કૂટર લઈને આવી ગઈ હતી અને MC રોડથી અટિંગલ તરફ વળી રહી હતી.
જૂઓ ઘટનાનો વીડિયો
View this post on Instagram
ડ્રાઇવરને અચાનક બ્રેક લગાવવી પડી
મુખ્યમંત્રીના કાફલાને લઈ જતા વાહનના ડ્રાઈવરને અચાનક બ્રેક લગાવવી પડી હતી, જેના કારણે મુખ્યમંત્રીની સત્તાવાર કાર, એક એસ્કોર્ટ વાહન, વટ્ટપારા અને કંજીરામકુલમ પોલીસ યુનિટના વાહનો અને એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ ઘટના બાદ સુરક્ષા અધિકારીઓએ તુરંત મુખ્યમંત્રીને સુરક્ષિત કરી લીધા હતા. અનેક મેડિકલ સ્ટાફ મુખ્યમંત્રીના વાહન તરફ દોડતો જોવા મળ્યો હતો.
અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને મુખ્યમંત્રીએ તિરુવનંતપુરમની તેમની મુલાકાત ફરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના સંદર્ભે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
સ્કૂટર ચાલક સામે આવવાથી થઈ દુર્ઘટના
પોલીસે આ દુર્ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે, જેથી કોઈ સંભવિત ક્ષતિ કે બેદરકારીને ઓળખી શકાય. આ દુર્ઘટનાથી તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ એક ગંભીર ઘટના હતી, જેમાં એક સ્કૂટર ચાલક મુખ્યમંત્રીના કાફલાની સામેથી કોઈનું ધ્યાન વગર પસાર થઈ રહી હોવાનું જોવા મળ્યું હતું. આ અકસ્માતમાં સ્કૂટર ચાલકને કંઈ થયું ન હતું અને તે સુરક્ષિત રીતે નીકળી ગઈ હતી.
આ પણ જૂઓ: AIIMSના ડોકટરે 50 કરોડના દહેજની માગણી કરી, સોશિયલ મીડિયા પર દાવાએ હંગામો મચાવ્યો