ટોપ ન્યૂઝનેશનલ

IB એલર્ટ: 15 ઓગસ્ટે દેશમાં આતંકવાદી હુમલાની આશંકા

Text To Speech

દેશમાં આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરોએ દિલ્હી પોલીસને જોખમને લઈને ચેતવણી આપી છે અને સતર્ક રહેવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ બ્યુરો દ્વારા 10 પાનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબાથી લઈને ઉદયપુર અને અમરાવતી કાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

15 ઓગસ્ટ પહેલા તમામ સુરક્ષા એજન્સીઓને IBનું ઍલર્ટ

મળતી માહિતી મુજબ બ્યુરો દ્વારા 10 પાનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 10 પાનાના રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ આતંકવાદી ષડયંત્રની યોજના બનાવી હોવાની માહિતી આપી છે. 10 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISI તેમને લોજિસ્ટિક મદદ આપીને બ્લાસ્ટ કરવા માંગે છે. જેમાં અનેક નેતાઓ સહિત મોટી સંસ્થાઓની ઈમારતોને નિશાન બનાવી શકાય છે.

લશ્કર-એ-તૈયબા, ISI અને જૈશના નિશાન પર દિલ્હી

15 ઓગસ્ટ પહેલા લશ્કર-એ-તૈયબા, ISI અને જૈશ દ્વારા હુમલાની આશંકા વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે.દિલ્હી પોલીસને 15 ઓગસ્ટે સ્થળ પર પ્રવેશના કડક નિયમો લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આઈબીના આ એલર્ટમાં જુલાઈ મહિનામાં જાપાનના પૂર્વ પીએમ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ છે. સાથે જ ઉદયપુર અને અમરાવતીની ઘટનાનો ઉલ્લેખ કરતા ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે કટ્ટરપંથી જૂથો અને ભીડભાડવાળી જગ્યાઓ પર તેમની ગતિવિધિઓ પર કડક નજર રાખવી જોઈએ.

Back to top button