ટ્રેન્ડિંગનેશનલ

AIIMSના ડોકટરે 50 કરોડના દહેજની માગણી કરી, સોશિયલ મીડિયા પર દાવાએ હંગામો મચાવ્યો

  • છોકરી હૈદરાબાદમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેસિયા નિષ્ણાત છે

નવી દિલ્હી, 29 ઓકટોબર: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ડોક્ટર ફિનિક્સ નામનું ટ્વિટર હેન્ડલ ધરાવતી મહિલા યુઝરે દાવો કર્યો છે કે, AIIMSના ટોપ રેન્કિંગ યુરોલોજિસ્ટ દ્વારા તેની મિત્ર પાસેથી દહેજમાં 50 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પોસ્ટ અનુસાર, તેણે જે છોકરી સાથે લગ્નની વાત કરી હતી તે હૈદરાબાદમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેસિયા નિષ્ણાત છે. લખવામાં આવ્યું છે કે, ડોક્ટર છોકરાની આ માંગથી છોકરી ભાંગી પડી હતી. આટલી મોટી રકમ એકઠી કરવા માટે તેના પરિવારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી હતી. છોકરો અને છોકરી બંને તેલુગુ પરિવારના છે. છોકરીના પરિવારની દલીલ છે કે, તેલુગુ સમુદાયમાં દહેજ ફરજિયાત છે. પોસ્ટ કરનાર મહિલાએ લખ્યું છે કે, જ્યારે દહેજ જ લેવું પડે ત્યારે આટલું ભણતર, યોગ્યતા અને રેન્કનો શું ઉપયોગ.

 

આ પૈસા એકત્ર કરવા માટે, છોકરીનો પરિવાર તેમની આખી કમાણી જોખમમાં મૂકવા સંમત થયો. રસપ્રદ વાત એ છે કે, યુવતી પોતે પણ ડોક્ટર છે. સોશિયલ મીડિયા પર આને લઈને ઘણી કોમેન્ટ થઈ રહી છે. લોકો ડોક્ટરની બુદ્ધિ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકોએ એવું પણ પૂછ્યું કે, આટલા પૈસા લીધા પછી ડૉક્ટર શું કરશે?

X પર કરવામાં આવી પોસ્ટ

X પર આ પોસ્ટ 28 ઓક્ટોબરના રોજ સવારે 11.45 વાગ્યે કરવામાં આવી હતી. આ પોસ્ટને 10 લાખથી વધુ લોકોએ જોઈ છે. 50 કરોડની દહેજની માંગને પહોંચી વળવા છોકરીના માતા-પિતાએ તેમની નિવૃત્તિના પૈસા દાવ પર લગાવવાનો નિર્ણય કર્યો હતો. તેમની દલીલ છે કે, જો લગ્ન તેલુગુ સમુદાયમાં થઈ રહ્યા હોય તો દહેજ આપવું પડે છે. જ્યારે આ નિર્ણય માત્ર તેમના ભવિષ્યને તો અસુરક્ષિત બનાવશે જ, પરંતુ તેની નાની પુત્રી માટે પણ મુશ્કેલ બનશે. આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ આવી છે. જેમાં લોકોએ શિક્ષિત લોકો દ્વારા દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાની ટીકા કરી છે.

પોસ્ટ પર કોમેન્ટ કરનારા લોકોએ દહેજ માંગનાર ડોક્ટરની આકરી ટીકા કરી છે. લોકો તેને લોભી પણ કહી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોએ કહ્યું છે કે, છોકરી અને તેના માતાપિતાએ આ મામલે સ્ટેન્ડ લેવાની જરૂર છે. તેમની દલીલ એવી છે કે, યુવતી પોતે ભણેલી છે અને નોકરી કરે છે. તે પોતાનું જીવન ખૂબ સારી રીતે જીવી શકે છે અને પોતાની ઓળખ બનાવી શકે છે. એક યુઝરે લખ્યું છે કે, “આ ખૂબ જ શરમજનક છે. મને સમજાતું નથી કે લોકો આટલી નિર્લજ્જતાથી પૈસા કેવી રીતે માંગે છે.

આ પણ જૂઓ: સાઉથની અભિનેત્રી વિવાદમાં ફસાઈ, સોશિયલ મીડિયા પર #BoycottSaiPallavi થયું ટ્રેન્ડ, જાણો કેમ

Back to top button