ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેરળ: મંદિરમાં આતશબાજી દરમિયાન ફટાકડા ફૂટ્યા, 150થી વધુ લોકો ઘાયલ

Text To Speech
  • પોલીસે FIR નોંધી છે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે

કેરળ, 29 ઓકટોબર: કેરળના કાસરગોડ જિલ્લામાં નીલેશ્વર નજીક મંદિરમાં આતશબાજી દરમિયાન એક દુ:ખદ દુર્ઘટના થઈ છે. સોમવારે મોડી રાત્રે થયેલી આ દુર્ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી 8ની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર, પોલીસને આશંકા છે કે, વીરકાવુ મંદિર પાસે ફટાકડાના સ્ટોરેજમાં આગ ફાટી નીકળ્યા બાદ આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના થયો હતો.

 

દુર્ઘટના બાદ ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ચિંતાજનક સ્થિતિને જોતા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. તે જ સમયે, કેરળ પોલીસે FIR નોંધી છે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

અગાઉ પણ ફટાકડામાં જોરદાર આગ લાગતા બની હતી દુર્ઘટના

અગાઉ હૈદરાબાદના યકતપુરા રેલ્વે સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યે પૂર્વ ચંદ્ર નગરમાં બે માળની બિલ્ડિંગમાં લાગેલી આગમાં પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું અને અન્ય એક છોકરી ઘાયલ થઈ હતી. બિલ્ડિંગના પહેલા માળે જ્યાં પેસ્ટ્રી પકવવામાં આવી રહી હતી ત્યાં આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ આગ નજીકમાં વેચાણ માટે રાખવામાં આવેલા ફટાકડા અને કપાસના બોક્સમાં ફેલાઈ ગઈ હતી. અકસ્માતમાં ઉષારાણી (50) અને તેમના પતિ મોહન લાલ (58)નું મૃત્યુ થયું હતું અને 18 વર્ષની શ્રુતિ ઘાયલ થઈ હતી. શ્રુતિને ઓસ્માનિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ જૂઓ: હૈદરાબાદમાં કલમ 144 લાગુ, એક મહિના માટે વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ; જાણો શું છે કારણ?

Back to top button