બિઝનેસમધ્ય ગુજરાત

અમદાવાદમાં ચાર જગ્યા પર બનશે 30 માળથી ઊંચી ઈમારતો, જાણો ક્યાં તૈયાર થઈ રહ્યા છે પ્રોજેક્ટ

Text To Speech

રાજ્ય સરકારે તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસ પર એટલેકે 1 મેના રોજ રાજ્યમાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈના બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપી દીધા બાદ અમદાવાદ શહેરમાં વિવિધ 4 પ્રોજેક્ટો તે દિશામાં કામ શરૂ કરી રહ્યા છે. અમદાવાદમાં ભાડજ, બોડકદેવ, શીલજ અને શેલામાં 31થી 33 માળ સુધીની 4 પ્રોજેક્ટ હાથ ધરાશે.

આ પણ વાંચો : ગુજરાતની સૌથી ઊંચી ઈમારત, જલદી લેશે આકાર, જાણો ક્યાં બનશે આ ઈમારત

અગાઉ HumDekhenge.in દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં ગગનચુંબી ઈમારતો જોવા મળશે અને જેના માટેની મંજૂરી હવે રાજ્ય સરકાર પાસેથી પણ મળી ગઈ હોવાની વાત સામે આવી છે. ત્રણ બિલ્ડિંગોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે જેમાં એક ઔડાની હદમાં જયારે બે મ્યુનિ.ની હદમાં છે. મ્યુનિ. હદમાં આવતા બે બિલ્ડિંગને તો મ્યુનિ.એ રજાચિઠ્ઠી અપાઈ છે. ચારેય આઈકોનિક બિલ્ડિંગ રહેણાંક છે. 8 મહિના પહેલા પણ મ્યુનિ.હદમાં 32 માળના બિલ્ડિંગને મંજૂરી અપાઈ હતી.

હાલમાં રાજયમાં એક માત્ર અમદાવાદમાં ચાર આઈકોનિક બિલ્ડિંગને મંજૂરી અપાઈ છે. જ્યારે 5 પ્રોજેકટ પાઈપલાઈનમાં છે. શહેરમાં 22 માળના 68 બિલ્ડિંગ આવેલા છે. જે પછી હવે રાજ્યમાં 30 માળથી વધુના બિલ્ડિંગ પ્રોજેક્ટની શરૂઆત થવા જઈ રહ્યા છે. જેમાં સરખેજ ઈસ્કોન રોડ પર તેમજ સોલા- ભાડજ રોડ પર પ્રોજેક્ટ નિર્માણ પામી રહેલા છે.

Ahmedabad 30+ Floor Building 01

ટાઈમ્સ-104, ગ્રાઉન્ડ પ્લસ 29 માળ
સરખેજ રોડ પર બોડકદેવના રાજપથ રંગોલી રોડ પર 50 પ્રિલીમનરી ટીપી માં 227 નંબરના ફાઈનલ પ્લોટમાં ટાઈમ્સ-104 નામે આઈકોનિક બિલ્ડિંગ બનશે. જેમાં એક જ એ બ્લોક 108.50 મીટરની હાઈટવાળો હશે.ગ્રાઉન્ડ પ્લસ 29 માળનું આ બિલ્ડિંગ બનશે.કુલ 104 યુનિટ હશે.

આઈકોનિક,31 માળ

સોલા-હેબતપુર-ભાડજ ટી.પી 40 માં સુપર બંગ્લોઝ પાસે ઋષિકેશ હાર્મની નામે આઈકોનિક રહેણાક બિલ્ડિંગ બનશે.જેમાં એ, બી અને સી એમ ત્રણ બ્લોક 108.50 મીટરની હાઈટના છે. ગ્રાઉન્ડ પ્લસ 31 માળની અહીં બિલ્ડિંગ બનશે.જેમાં 348 યુનિટ બનશે.

શીલજ: ધ 31 ફર્સ્ટ, 32 માળ
શીલજ-હેબતપુર રોડ પર આર્યમાન બંગ્લોઝ પાસે ધ 31 ફર્સ્ટ નામે આઈકોનિક બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ પ્લસ 32 માળ બનશે. જેની હાઈટ 120 મીટરની હશે અને તેમાં કુલ 87 યુનિટ તૈયાર કરવામાં આવશે. ટીપી નં.53-એમાં સૌથી પહેલી હાઈરાઈઝ આઈકોનિક બિલ્ડિંગ હશે.

શેલા: સ્કાયસિટી, 33 માળના ટાવર બનશે
શેલામાં સ્કાયસિટી ટાઉનશીપમાં ઝેડ-8,9 અને 10 યુનિટ 33 કે તેથી વધુ માળના બનશે. સમગ્ર પ્રોજેકટ અંદાજે 800 કરોડની કિંમતનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ઝેડ-8 યુનિટની હાઈટ 113 મીટર છે જયારે ઝેડ 9 અને 10 ની હાઈટ 110 મીટરની છે. અહીં ત્રણ બેઝમેન્ટ સાથે ગ્રાઉન્ડ ફલોર પ્લસ 33 માળના બિલ્ડીંગ તૈયાર કરાશે. અૌડા હદમાં આ પહેલા આઈકોનિક બિલ્ડિંગને મંજૂરી મળી છે. ચાર કે પાંચ બેડરૂમના અહીં ફલેટ બનાવવાની યોજના છે. અંદાજે 340 કે 350 યુનિટ તૈયાર થશે. આ પ્રોજેકટમાં 16 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થશે અને 20 હજાર ચોર વાર એરિયામાં કલબ હાઉસ, જિમ, ગાર્ડન સહિતની સુવિધા ડેવલપ કરાશે. રહેણાક સેગમેન્ટમાં આ આઈકોનિક ટાવર બનશે.

Back to top button