દારુ અને હુક્કા પાર્ટી કરવી ભારે પડી: સુરતમાં ભાઈલોગની દારૂ-હુક્કા પાર્ટીમાં 17 લોકોની ધરપકડ
સુરત, 28 ઓકટોબર, ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે જ પરંતુ છાશવારે દારૂની મહેફિલ પકડાતી હોય છે. ત્યારે સુરતના પાલ વિસ્તારના ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી. જ્યાં પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો છે. પોલીસે 17 નબીરાઓને દારૂ, હુક્કા, લક્ઝરી ગાડીઓ અને મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યા છે. આ અંગે જાણવા મળી રહ્યુ છે કે, તમામ નબીરા માલેતુજાર પરિવારના છે. પાલ વિસ્તારમાં ચાલી રહેલી દારૂ પાર્ટીમાં નબીરાઓની સાથે દારૂની બોટલો, લક્ઝરી કાર અને મોબાઈલ ફોન પણ પોલીસે કબ્જે કર્યા છે.
સુરતના એક ખાનગી ફાર્મહાઉસમાં શહેરના અલગ-અલગ ગુનામાં સામેલ આરોપીઓ સિદ્ધાર્થ નામની વિવાદાસ્પદ વ્યક્તિના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. દારૂની રેલમછેલ અને હુક્કા પાર્ટી વચ્ચે પાલ પોલીસ ફાર્મહાઉસમાં ત્રાટકી હતી. આ રેડમાં પોલીસ દ્વારા 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી મુખ્યત્વે ચકચારિત દુર્લભ પટેલ આત્મહત્યા દુષ્પ્રેરણા કેસનો આરોપી હેતલ દેસાઈ અને સુરત- નવસારીમાં છેતરપિંડી સહિતના પાંચ ગુનામાં સંડોવાયેલો આરોપી અનિલ રાયની ધરપકડ કરવામાં આવી છે.
આ નબીરાઓ સાથે દારૂની બોટલો, હુક્કા, લક્ઝરી કાર અને મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સિદ્ધાર્થ સંપથલાલ ચોપડા નામના યુવકનો જન્મદિવસ હતો અને તેની મોટા પાયે દારૂ પાર્ટી સાથેની ઉજવણી કરાઇ હતી. ગેરકાયદેસર રીતે દારૂની મેફીલ માણતા હોવાનું જણાતા જ પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસે જન્મદિવસની દારૂ મહેફીલમાં રેડ કરી ભંગ પાડ્યો હતો અને અહીંથી કુલ 17 જેટલા નબીરાઓની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવડાવ્યું હતું. જેમાં તમામે દારૂનો નશો કર્યો હોવાનું જણાય આવ્યું હતું.
આરોપી સિદ્ધાર્થનો જન્મદિવસ હતો, જેથી તે અગાઉથી ગોવાથી દારૂ લઈને આવ્યો હતો. આ ઉપરાંત હેતલ નામના આરોપી દારૂની પરમિટ ધરાવે છે, જેથી પરમિટની 13 જેટલી બિયરની બોટલ પણ મળી આવી હતી. પોલીસે અહીંથી સુધીર ચંપકભાઈ પટેલ, અનિલ કેશનાથ રાય, મનીષ સુરેશચંદ્ર સોની, દિપક ધરમચંદ્ર છાપરા, સ્મિત અરૂણભાઇ પાટીલ, નિખિલ સુદામભાઈ ભામરે, હેતલ નટવરલાલ દેસાઈ, અનિલ કંચનલાલ પટેલ, ઉમેશ ગમનભાઈ પટેલ, યશ પ્રકાશ ટેલર, અમુલ સુખદેવ બહાકર, મયંક પ્રતાપ કહાર, નિલેશ સત્યનારાયણ દુબે, માધવ જયેશ, સુરતી મયુરેશ ભાગવત સોનવણે, દિપક સુરેશભાઈ સપકાલ અને સિદ્ધાર્થ સંપતલાલ ચોપડા સહિતના માલેતુંજાર નબીરાઓની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચો…રાજકોટમાં દીવાલ ધરાશાયી થતાં માતા પુત્રનું થયું મૃત્યુ