ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CJI ચંદ્રચુડે રિટાયરમેન્ટ પહેલા PM મોદી સાથે કરેલી ગણેશ પૂજા પર કરી વાત, જાણો શું કહ્યું

  • ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે, જેમની જગ્યાએ જસ્ટિસ સંજીવ ખન્ના CJI બનશે

નવી દિલ્હી, 28 ઓગસ્ટ: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે વડાપ્રધાન મોદી સાથે પૂજા કરવા અંગે ખુલીને વાત કરી છે. પીએમ મોદીએ ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના ઘરે જઈને ગણેશ પૂજા કરી હતી. આ પછી ભારે હોબાળો થયો હતો. વિરોધ પક્ષો અને અન્યોએ કહ્યું હતું કે, વડાપ્રધાન માટે આ રીતે ચીફ જસ્ટિસને મળવું યોગ્ય નથી. હવે CJIએ પોતે આ અંગે નિવેદન આપ્યું છે. રિટાયરમેન્ટ પહેલાં તેમણે કહ્યું કે, “આવી બેઠકોમાં ન્યાયિક મામલાઓની ચર્ચા થતી નથી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની જગ્યાએ જસ્ટિસ સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનશે.

લોકસત્તાના વાર્ષિક વ્યાખ્યાનમાં એક પ્રશ્નના જવાબમાં મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાનો અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો માટે નિયમિત બેઠકો યોજવાની પરંપરા છે. તેમણે કહ્યું કે, “લોકોને આશ્ચર્ય થાય છે કે આ બેઠકો શા માટે થાય છે. આપણી રાજકીય વ્યવસ્થાની પરિપક્વતા એ હકીકતમાં રહેલી છે કે રાજકીય વર્ગમાં પણ ન્યાયતંત્ર પ્રત્યે ઘણું સન્માન છે. આ વાત જાણીતી છે. ન્યાયતંત્રનું બજેટ રાજ્યમાંથી આવે છે. આ બજેટ ન્યાયાધીશો માટે નથી.  અમને નવા ન્યાયાલય ભવનો, જિલ્લામાં ન્યાયાધીશો માટે નવા આવાસોની જરૂરિયાત છે. જેના મુખ્ય ન્યાયાધીશ અને મુખ્યમંત્રીની બેઠકો જરૂરી છે.”

 

મુખ્યમંત્રી સાથે પણ થાય છે 

ચીફ જસ્ટિસે કહ્યું કે, તેઓ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. “જ્યારે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થાય છે, ત્યારે તેઓ મુખ્ય પ્રધાનના ઘરે જાય છે. પછી મુખ્ય પ્રધાન મુખ્ય ન્યાયાધીશના ઘરે આવે છે. આ બેઠકોમાં એજન્ડા નક્કી કરવામાં આવે છે. ધારો કે, રાજ્યમાં 10 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તો ઈન્ફ્રાસ્ટ્રકચર શું છે?, બજેટ શું છે? મુખ્યમંત્રી આ પ્રોજેક્ટની પ્રાથમિકતાઓ જણાવે છે. શું આના માટે તમારે મળવું નહીં પડે? જો આ બધુ ચિઠ્ઠીઓ પર જ થશે, તો કામ ક્યારેય પૂરું નહીં થાય.”

ચીફ જસ્ટિસે આગળ કહ્યું કે, “રાજકીય પ્રણાલીમાં ઘણી પરિપક્વતા છે. આ બેઠકો દરમિયાન મુખ્યમંત્રી ક્યારેય કોઈ પડતર બાબત વિશે પૂછતા નથી. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ, લગ્ન, શોકના અવસરે મુખ્યમંત્રી અને મુખ્ય ન્યાયાધીશ એકબીજાને મળે છે. તેનાથી ન્યાયિક કાર્ય પર કોઈ અસર થતી નથી. લોકો પૂછે કહે કે, શું ડીલ થઈ? આ એક મજબૂત સંવાદનો ભાગ છે.”

વીડિયો બહાર આવતાં હોબાળો મચી ગયો હતો

વડાપ્રધાન મોદી મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમની સાથે કેમેરો પણ હતો અને પૂજા દરમિયાન અહીં એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો બહાર આવતા ભારે હોબાળો થયો હતો. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે આના પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. RJDના નેતા અને રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે, PM માટે ચીફ જસ્ટિસના સ્થાને જઈને પૂજા કરવી એ ખોટું નથી, પરંતુ ત્યાં કેમેરાની હાજરી શંકા પેદા કરે છે.

ભાજપે વળતો પ્રહાર કર્યો હતો

વિપક્ષી નેતાઓના પ્રહારોનો જવાબ આપતા ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે તેને ધર્મ સાથે જોડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે લોકો ઈફ્તાર પાર્ટીઓમાં વડાપ્રધાનોની હાજરીની પ્રશંસા કરે છે તેઓ ચીફ જસ્ટિસના ઘરે ગણેશ પૂજામાં વડાપ્રધાનને જોઈને ગભરાઈ જાય છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, 2009માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તત્કાલિન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા કે.જી. બાલક્રિષ્નન હાજર રહ્યા હતા.

આ પણ જૂઓ: તૈયાર રહો, આગલા વર્ષે શરૂ થશે વસ્તી ગણતરી, હવે તમારો સંપ્રદાય પણ પૂછશે સરકાર

Back to top button