કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં દીવાલ ધરાશાયી થતાં માતા પુત્રનું થયું મૃત્યુ

Text To Speech

રાજકોટ, 28 ઓકટોબર, રાજકોટ શહેરમાં રવિવારના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાના શેડનું નિર્માણ કાર્ય થતું હતું. તે દરમિયાન 21 વર્ષીય સીમા મોહનિયા તેમજ તેના 1 વર્ષીય સાર્થક મોહનિયા નામના પુત્રનું દીવાલ પડવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. અહીં ટ્રેકટર ચાલક કપચી ખસેડતો હતો તે દરમિયાન ટ્રેકટરથી દીવાલને ધક્કો લાગતા આ ઘટના બની હતી. ત્યારે સમગ્ર મામલે મૃતકના 21 વર્ષીય પતિ સંજય મોહનિયાએ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રેક્ટર લોડરના ચાલક તેમજ કોન્ટ્રાક્ટર નરેશ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી નજીક રામવન પાસે સુરભી ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં દીવાલના ટેકે શ્રમિક મહિલા એક વર્ષના પુત્રને સ્તનપાન કરાવતી હતી જ્યાં બાંધકામ ચાલતું હતું. તે સમયે ટ્રેક્ટર લોડર ચાલક દ્વારા રોડ ઉપર પડેલી કપચીના ઢગલાને દીવાલ તરફ ખસેડતી વખતે ધક્કો લાગી જતા દીવાલ અંદરની તરફ સીમા તેમજ તેના પુત્ર ઉપર પડી હતી. આમ ઘટના સ્થળે જ માતા અને પુત્રના મૃત્યુ નીપજીયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

પોલીસને આપેલી ફરિયાદમાં સંજય મોહનિયાએ જણાવ્યું છે કે, પોતે મૂળ મધ્યપ્રદેશના જાંબવા જીલ્લાનો વતની છે. મધ્યપ્રદેશથી ગુજરાત મજૂરી કામકાજ માટે તે છેલ્લા ત્રણ મહિનાથી આવ્યો છે. સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવા કારખાનાનું બાંધકામ ચાલુ હતું તે બાંધકામ માટે નરેશ ચૌહાણ નામના વ્યક્તિએ તેને કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યો હતો. પોતે તેમજ પોતાની પત્ની સીમા મોહનિયા કડિયા કામ કરતી હતી. રવિવારના રોજ બનાવ બન્યો ત્યારે સંજય શાપર કડિયા કામ કરવા માટે ગયો હતો. જ્યારે કે તેની પત્ની સીમા સુરભી ઇન્ડસ્ટ્રીઝમાં નવા કારખાનાનું બાંધકામ ચાલતું હતું ત્યાં કડિયા કામ કરવા માટે ગઈ હતી. સાંજના સમયે જાણવા મળ્યું કે, પત્ની સીમા અને પુત્ર સાર્થક બંને દીવાલ માથે પડવાના કારણે મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો…જાહેર રસ્તા પર ફટાકડા ફોડનારની ખેર નહિ, સુરત પોલીસે આપી ચેતવણી

Back to top button