ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરાના આ 33 રૂટ પર ડાયવર્ઝન રહેશે, ભારત-સ્પેનના PMની મુલાકાતને લઈ પોલીસનું જાહેરનામું

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેન પીએમ સંસ્કારીનગરીની મુલાકાતે
  • ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહ સહિતના કાર્યક્રમમાં હાજર રહેશે
  • પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ

પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા ખાતે પહોંચી ગયા છે. જેમાં વડોદરાના આ 33 રૂટ પર ડાયવર્ઝન રહેશે તેમાં ભારત-સ્પેનના PMની મુલાકાતને લઈ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહ સહિતના કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેન પીએમ સંસ્કારીનગરીની મુલાકાતે છે.

પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ

ઉલ્લેખનીય છે કે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ એરપોર્ટ ખાતે આવ્યા બાદ તેઓ હરણી એરપોર્ટથી નિકળી એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ ઉપર, એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી નીચે ઉતરી ડાબી બાજુ વળી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ,અલકાપુરી આવશે.

 

ત્યારબાદ ITC વેલકમ હોટલથી નીકળી, જી.ઇ.બી સર્કલથી અટલ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર, ફતેગંજ બ્રિજ ઉપર, એરપોર્ટ સર્કલથી નટવરનગર ત્રણ રસ્તા (ન્યુ વી.આઇ.પી રોડ) સાંઇદીપનગર ત્રણ રસ્તાથી સાઇ દિપનગર, ટાટા એરક્રાફ્ટ સ્ટેશન, સાંઇદીપ નગર એરક્રાફ્ટ સ્ટેશનથી નીકળી, એરપોર્ટ સર્કલથી સીધા અમિતનગર બ્રિજ ઉપર એવ એન્ડ ટી સર્કલ, એમ.ઇ સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે જૂનાવુડા સર્કલ, ફતેગંજ સર્કલથી, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ, જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા રેલવે હેડ ક્વાર્ટર ત્રણ રસ્તાથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી સીધા રાજમહેલ મેઇનગેટ ત્રણ રસ્તા, ત્યારબાદ લક્ષ્મીવિલાસ પેલેસ આવશે.

ITC વેલકમ હોટલથી હરણી એરપોર્ટ જશે

લક્ષ્મી વિલાસ પેલેસથી નીકળી રાજમહેલ ગેટ મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા રેલ્વે હેડ ક્વૉટરથી જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા બરોડા ઓટો મોબાઇલ કાલાઘોડા સર્કલ, નરહરિ સર્કલ ફતેગંજ સર્કલથી પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ટર્ન લઇ ITC વેલકમ હોટલ આવશે. ત્યારબાદ ITC વેલકમ હોટલથી હરણી એરપોર્ટ જશે.

આ પણ વાંચો: ગુજરાતમાં મિશ્ર ઋતુની શરૂઆત, જાણો કયા કેટલુ રહેશે તાપમાન 

Back to top button