ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં ST બસ ડેપો ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ

Text To Speech
  • એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો
  • 8,340 જેટલી વધારની એસ.ટી. બસો દોડાવવા આવશે
  • બીજી તરફ રેલવે સ્ટેશન પર મુસાફરોથી ઉભઈ ગયા છે

અમદાવાદમાં ST બસ ડેપો ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ થઇ છે. જેમાં દિવાળીના પર્વને લઈ લોકોએ પકડી વતનની વાટ પકડી છે. તેમાં અમદાવાદના ST બસ ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે. તેથી એસ.ટી બસ ડેપો ખાતે મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

બીજી તરફ રેલવે સ્ટેશન પર મુસાફરોથી ઉભઈ ગયા છે

ઉલ્લેખનીય છે કે 8,340 જેટલી વધારની એસ.ટી. બસો દોડાવવા આવશે. જેમા દિવાળીના પર્વને લઈ બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના કંપની અને શાળા-કોલેજોમાં રજા પડતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો પોતાના વતન જતા હોવાથી એસ.ટી બસ ડેપો પર મુસાફરોની ભીડ જોવા મળી છે. બીજી તરફ રેલવે સ્ટેશન પર મુસાફરોથી ઉભઈ ગયા છે.

એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો

દિવાળીના તહેવારને લઈને એસ.ટી બસોમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો થયો છે. જેમાં રાજ્યમાં કુલ 8,340 એકસ્ટ્રા બસો દોડાવાશે. સુરતથી 2,200, દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે. તહેવાર ટાણે ખાનગી બસોની સાથે હવે એક્સ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ગણું ભાડું વધારે વસૂલાશે. ટિકિટ લેવા લોકોની પડાપડી થઈ રહી છે. વહેલી સવારથી બુકિંગ ટિકિટ કરાવવાને લઈ લોકોની ભીડ ઉમટી છે, કન્ફર્મ ટિકિટ લેવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મિશ્ર ઋતુની શરૂઆત, જાણો કયા કેટલુ રહેશે તાપમાન 

Back to top button