ક્રિકેટર ઈશાન કિશનના પિતા JDUમાં જોડાયા, જાણો કોણ છે પ્રણવ પાંડે
બિહાર, 27 ઓકટોબર: ભારતીય ક્રિકેટર ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે રવિવારે બિહારની સત્તાધારી પાર્ટી જેડીયુમાં જોડાયા હતા. પ્રણવ પાંડેએ તેમના હજારો સમર્થકો સાથે પટનામાં JDU રાજ્ય કાર્યાલયમાં ઔપચારિક રીતે પાર્ટીનું સભ્યપદ લીધું. જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ પ્રવણ પાંડેને પાર્ટીનું સભ્યપદ આપ્યું.
બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો પોતપોતાના જૂથને વિસ્તારવામાં વ્યસ્ત છે. પ્રણવ પાંડે વ્યવસાયે બિલ્ડર છે. તે બિહારની રાજધાની પટનામાં પરિવાર સાથે રહે છે. પ્રણવ પાંડે ભૂમિહાર બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.
#WATCH | Bihar: Pranav Pandey, father of Indian cricketer Ishan Kishan joins Janata Dal-United in Patna. pic.twitter.com/iSdiqLkY9D
— ANI (@ANI) October 27, 2024
એવી અટકળો ચાલી રહી છે કે બિહારના સીએમ નીતિશ કુમાર આગામી વિધાનસભા ચૂંટણીમાં નવાદા અથવા ઓબ્રા વિધાનસભા બેઠક પરથી પ્રણવ પાંડેને મેદાનમાં ઉતારી શકે છે. માનવામાં આવે છે કે તેથી જ પાંડેને JDUમાં સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે પુત્ર ઈશાન કિશન ક્રિકેટમાં અને પિતા પ્રણવ પાંડે રાજનીતિના મેદાનમાં બેટિંગ કરતા જોવા મળશે.
ઈશાન બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ નથી
જોકે, હાલમાં ઈશાન કિશન બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ નથી. તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી 15 સભ્યોની ભારત A ટીમનો ભાગ છે. ઓસ્ટ્રેલિયા જવાની સાથે જ ઈશાન કિશનની ભારતીય ટીમમાં વાપસીની અટકળોએ જોર પકડ્યું છે.
હાલમાં બિહારમાં પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે. બિહારની 4 સીટો પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. બિહાર ચૂંટણીને જોતા આ પેટાચૂંટણીને ઘણી મહત્ત્વની માનવામાં આવી રહી છે. જે ચાર બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે તેમાં રામગઢ, તરરી, બેલાગંજ અને ઈમામગંજનો સમાવેશ થાય છે. બિહારની રાજનીતિમાં એક તરફ એનડીએ છે તો બીજી તરફ ઈન્ડિયા એલાયન્સ છે.
આ પણ વાંચો : ‘અમે ત્યારે જ રાહતનો શ્વાસ લઈશું જ્યારે…’ અમિત શાહની બંગાળમાં મમતા સરકાર સામે ગર્જના