સ્પોર્ટસ

Commonwealth Games day 7 Schedule: કોમનવેલ્થમાં ભારત-પાકિસ્તાન ફરી સામસામે? જાણો 7મા દિવસનું શેડ્યૂલ

Text To Speech

ઈંગ્લેન્ડના બર્મિઘમમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સનો આજે (4 ઓગસ્ટ) સાતમો દિવસ છે. ભારતે છઠ્ઠા દિવસ સુધી 5 ગોલ્ડ સહિત 18 મેડલ જીત્યા છે. સાતમા દિવસે ભારતીય ખેલાડીઓએ 4 મેડલ મેચમાં પ્રવેશ કરવાનો છે. આવી સ્થિતિમાં આજે ગોલ્ડ મેડલ મળવાની આશા છે. અત્યાર સુધીમાં ભારતીય ટીમે વેઈટલિફ્ટિંગમાં 18માંથી સૌથી વધુ 10 મેડલ જીત્યા છે. સાતમા દિવસે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મુકાબલો બેડમિન્ટનની મહિલા સિંગલ્સમાં આકર્ષી કશ્યપ અને પાકિસ્તાનના માહુર શહજાદ વચ્ચે થશે.

બેડમિન્ટન

મેન્સ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતની મેચ (4 PM)

વિમેન્સ સિંગલ્સમાં આકર્ષીનો મુકાબલો પાકિસ્તાનના માહુર શહઝાદ સાથે (PM 10)

પેરા પાવરલિફ્ટિંગ (ત્રણ મેડલ મેચ)

મહિલા લાઈટવેટ – સાંજે 7.30 કલાકે

પુરુષ લાઇટવેઇટ – રાત્રે 9 કલાકે

પુરુષ હેવીવેઇટ – મોડી રાત્રે 1.30 કલાકે

એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ

મહિલા તાર ગોળા ફેંક: ક્વોલિફાઈંગ રાઉન્ડ – સરિતા સિંહ, એમ બાલા – બપોરે 2.30 કલાકે

મહિલાઓની 200મી: રાઉન્ડ વન – હીટ ટુ – હિમા દાસ – બપોરે 3.30 કલાકે

પુરુષોની લાંબી કૂદની ફાઇનલ: મોહમ્મદ અનીસ યાહિયા, મુરલી શ્રીશંકર – મોડી રાત્રે 12.12 PM કલાકે

બોક્સિંગ

48 થી 51 કિગ્રા ફ્લાઈવેટ: ક્વાર્ટર ફાઈનલ 2 – અમિત પંધલ – સાંજે 4.45 કલાકે

57 થી 60 કિગ્રા લાઇટવેઇટ: ક્વાર્ટર ફાઇનલ 2 – જાસ્મીન લેમ્બોરિયા – સાંજે 6.15 કલાકે

92 કિગ્રા સુપર હેવીવેઇટ: ક્વાર્ટર ફાઇનલ 1 – સાગર અહલાવત – રાત્રે 8 કલાકે

63.5 થી 67 કિગ્રા વેલ્ટરવેટ: ક્વાર્ટર ફાઈનલ 3 – રોહિત ટોકસ – મોડી રાત્રે 12.30 કલાકે

જિમ્નેસ્ટિક્સ

વ્યક્તિગત લાયકાત પેટા વિભાગ 1 – બલવીન કૌર – સાંજે 4.30 થી

હોકી

મેન્સ પૂલ B: ભારત વિ વેલ્સ – સાંજે 6.30 કલાકે

લૉન બોલ્સ

મેન્સ સિંગલ્સ – મૃદુલ બોરગોહેન – સાંજે 4

સ્ક્વોશ

મહિલા ડબલ્સ રાઉન્ડ ઓફ 32: સુનૈના સારા કુરુવિલા અને અન્હત સિંહ – સાંજે 5.30 કલાકે

મેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: વેલાવન સેંથિલકુમાર અને અભય સિંહ – સાંજે 6 વાગ્યે

મિશ્ર ડબલ્સ રાઉન્ડ ઓફ 16: દીપિકા પલ્લીકલ કાર્તિક અને સૌરવ ઘોષાલ – 7 PM

મિશ્ર ડબલ્સ રાઉન્ડ ઓફ 16: જોશના ચિનપ્પા અને હરિન્દર પાલ સિંહ સંધુ – 11 PM

વિમેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 16: જોશના ચિનપ્પા અને દીપિકા પલ્લીકલ કાર્તિક: મોડી રાત્રે 12.20 (શુક્રવાર)

ટેબલ ટેનિસ

64નો મિશ્ર ડબલ્સ રાઉન્ડ: સાનિલ શેટ્ટી અને રીથ ટેનીસન – રાત્રે 8.30 કલાકે

મિક્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: જી સાથિયાન અને મનિકા બત્રા – રાત્રે 8.30 કલાકે

મિક્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: અચંતા શરથ કમલ અને શ્રીજા અકુલા – રાત્રે 8.30 કલાકે

મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32: શ્રીજા અકુલા / મણિકા બત્રા – રાત્રે 8.30 કલાકે

મેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટી – રાત્રે 8.30 કલાકે

મેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32 – શરથ કમલ અને જી સાથિયાન – રાત્રે 8.30 કલાકે

Back to top button