ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

‘ચુલબુલ પાંડે’ બનીને પરત ફરશે સલમાન ખાન, રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં કેમિયો કન્ફર્મ

  • દિવાળી પર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેના માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે

મુંબઈ, 27 ઓગસ્ટ: અજય દેવગનની સિંઘમ અગેન આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તાજેતરમાં તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મમાં ઘણા મોટા કલાકારો સાથે કામ કરતા જોવા મળશે. સિંઘમ અગેનમાં અજય દેવગન અને કરીના કપૂર ઉપરાંત અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ દરમિયાન એવી પણ ચર્ચા છે કે,સલમાન ખાન પણ ‘સિંઘમ અગેન’માં કેમિયો કરતો જોવા મળશે. તેના દબંગના પાત્ર ચુલબુલ પાંડેના સંભવિત ક્રોસઓવરે તેના ચાહકોને ઉત્સાહિત કર્યા હતા. હવે ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.  તેમણે સુપરસ્ટારને કહ્યું કે, ‘કોપ યુનિવર્સમાં આપનું સ્વાગત છે.’

જૂઓ આ વીડિયો

 

રોહિત શેટ્ટીએ કર્યો  મોટો ખુલાસો 

હવે એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે સલમાન ખાન અગેન સિંઘમમાં જોવા મળશે. અજય દેવગન અને રોહિત શેટ્ટી તેમની ફિલ્મ સિંઘમ અગેનના પ્રમોશન માટે સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 18માં પહોંચ્યા હતા. આ દરમિયાન સલમાને કહ્યું કે, ‘અજય અને રોહિત, અમારા શોમાં આપનું સ્વાગત છે.’ આના જવાબમાં રોહિતે કહ્યું કે, ‘અમારા કોપ યુનિવર્સમાં આપનું સ્વાગત છે.’ હવે દિગ્દર્શકના આ નિવેદનથી બધું સ્પષ્ટ થઈ ગયું છે. જો સલમાનના કેમિયો વિશેની માહિતી પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મમાં તેની સિક્વન્સ લગભગ 2 મિનિટ લાંબી હશે.

ચુલબુલ પાંડેના રોલમાં પરત ફરશે સલમાન ખાન 

થોડા દિવસો પહેલા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. અક્ષયના આ ફોટોના કેપ્શનમાં ‘સિંઘમ અગેન’માં સલમાનની હાજરી વિશે મોટો સંકેત આપવામાં આવ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “અમે બધાએ સાથે મળીને ઘણી બધી ચુલબુલી વાતો શેર કરી. #SinghamAgain.” આ પછી એવું કહેવામાં આવે છે કે, ચુલબુલ પાંડે સિંઘમને સપોર્ટ કરવા આવી રહ્યો છે. અક્ષય પણ આ ફિલ્મમાં તેના સૂર્યવંશીના પાત્રમાં જોવા મળશે, જ્યારે રણવીર તેની સિમ્બાના રોલમાં ફરી જોવા મળશે.

ભુલ ભુલૈયા 3 સાથે ટક્કર 

આ ફિલ્મમાં અર્જુન કપૂર પણ જોવા મળવાનો છે, જે વિલનની ભૂમિકામાં જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે, રોહિત શેટ્ટી ચુલબુલ પાંડેને પોતાના કોપ યુનિવર્સમાં કેવી રીતે એન્ટ્રી આપે છે. આ સિવાય સલમાન ખાનના આ પગલાથી તેના ફેન્સ સિંઘમ અગેઈન માટે વધુ ઉત્સાહિત થઈ ગયા છે. સિંઘમ અગેનની ટક્કર કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 સાથે પણ છે. બંને ફિલ્મોના નિર્માતા તેમની રિલીઝ પહેલા સખત મહેનત કરી રહ્યા છે.

આ પણ જૂઓ: ‘પાપા, હું શ્વાસ નથી લઈ શકતો’ અભિનેતા ઝાયેદ ખાને યાદ કરી પુત્રની જીવલેણ સ્થિતિ, જૂઓ વીડિયો

Back to top button