એજ્યુકેશનગુજરાત

ધો. 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર

Text To Speech

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઇ પૂરક-2022 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો. 12 સાયન્સમાં 29.29 ટકા અને સામાન્ય પ્રવાહનું 62.72 ટકા પરિણામ જાહેર થયું છે. પ્રથમ વખત રાજ્યમાં પૂરક પરીક્ષાનું આટલું ઊંચું પરિણામ આપવામાં આવ્યું છે. પરિણામને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવ્યું છે

ધો. 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 41 હજાર 167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37 હજાર 457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 23 હજાર 494 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે વિદ્યાર્થીનીઓનું પરિણામ 68.93 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 58.86 ટકા આવ્યું છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણે પાસ કરવામાં આવે છે તેવા 29 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 12 વિજ્ઞાન પ્રવાહમાં 14 હજાર 039 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 12 હજાર 250 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 3 હજાર 588 વિદ્યાર્થીઓ પાસ થયા હતા એટલે 29.29 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 31.03 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 30.21 ટકા આવ્યું છે. 10 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે.

જુલાઇમાં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર

ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ-2022માં જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Back to top button