ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

શમીએ BCCI અને ફેન્સની માંગી માફી: ભારતીય ટીમમાં પસંદ ન થતાં સ્ટારની પ્રતિક્રિયા વાયરલ, જૂઓ વીડિયો

  • ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે અને તે પછી જ તે WTC ફાઈનલ રમી શકશે

નવી દિલ્હી, 27 ઓકટોબર: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલમાં પહોંચવાની ભારતીય ટીમની આશાને ઝટકો લાગ્યો છે. ભારત તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની સતત બીજી મેચ હારી ગયું હતું. હવે ભારતીય ટીમની છેલ્લી આશા આ વર્ષના અંતમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી છે. BGT બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 18 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. ટીમ ઈન્ડિયામાં પસંદ ન થયા બાદ મોહમ્મદ શમીની પહેલી પ્રતિક્રિયા બહાર આવી છે. શમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કેપ્શનમાં તેણે ફેન્સ અને BCCIની માફી માંગી છે.

BGT 2024 માટે ટીમમાં પસંદ ન થયા બાદ શમીની પહેલી પ્રતિક્રિયા, જૂઓ વીડિયો 

હકીકતમાં, મોહમ્મદ શમીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જીમમાં ખૂબ પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે કેપ્શનમાં લખ્યું છે કે, હું મારી બોલિંગ ફિટનેસમાં દિવસેને દિવસે સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું ચાહકો અને BCCIની માફી માંગવા માંગુ છું, પરંતુ વચન આપું છું કે, હું સખત મહેનત કરી રહ્યો છું અને ટૂંક સમયમાં જ રેડ બોલ ક્રિકેટમાં વાપસી કરીશ.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે મોહમ્મદ શમીની કેમ ન થઈ પસંદગી?

મોહમ્મદ શમી પગની ઘૂંટીમાં ઈજાના કારણે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ઈજા એટલી ગંભીર હતી કે તેને સર્જરી કરાવવી પડી હતી અને પછી તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખાતે પુનર્વસન પર રહ્યો, કારણ કે BCCIનું લક્ષ્ય તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ફિટ બનાવવાનું હતું.
તેમના વિશે એવા અહેવાલો આવ્યા હતા કે, જ્યારે તેઓ પુનર્વસન હેઠળ હતા ત્યારે તેમના ઘૂંટણમાં ફરી એકવાર સોજો આવી ગયો હતો. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને BCCIએ તેને ટીમમાં પસંદ કર્યો નથી. જોકે, BCCIએ તેની ફિટનેસ અંગે કોઈ માહિતી આપી નથી.

બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટેની ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

આ પણ જૂઓ: સીરીઝ હાર્યા બાદ WTC ફાઈનલમાં કેમ પહોંચશે ભારત, જૂઓ આ જ છે એકમાત્ર રસ્તો

Back to top button