ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

કોણ છે રચેલ ગુપ્તા? મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનનો તાજ જીતનારી પહેલી ભારતીય

થાઈલેન્ડ, 27 ઓકટોબર :   ભારતની રચેલ ગુપ્તાએ ‘મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ’નો ખિતાબ જીત્યો છે. રચેલે પોતાના  વિજયનો તાજ પહેરીને ઈતિહાસ રચ્યો છે. તે ‘મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ’ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. 2013માં શરૂ થયેલી આ સ્પર્ધાનું આયોજન થાઈલેન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં 70 દેશોએ ભાગ લીધો હતો.

25 ઓક્ટોબરે ‘મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ’ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રચેલ ગુપ્તાએ જીતી છે. રચેલને ગયા વર્ષની ‘મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ’ વિજેતા લુસિયાના ફસ્ટર દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. 20 વર્ષની રશેલે આ તાજ સાથે એક ખાસ સિદ્ધિ મેળવી છે. 11 વર્ષની રાહ જોયા બાદ આખરે ભારતે ‘મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ’ જીતી લીધું છે.

કોણ છે રચેલ ગુપ્તા?
‘મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ’ વિજેતા રચેલ ગુપ્તા પંજાબના જલંધરની રહેવાસી છે. આ પહેલીવાર નથી કે જ્યારે રશેલ ગુપ્તાએ સૌંદર્ય સ્પર્ધા જીતી હોય. અગાઉ વર્ષ 2022માં તે ‘મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડ’ રહી ચૂકી છે. તે એક મૉડલ છે અને તેના મૉડલિંગ કરિયર સિવાય તે એક આંત્રપ્રિન્યોર પણ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર રચેલના 1.1 મિલિયન ફોલોઅર્સ છે.

રચેલે પોસ્ટમાં આ વચન આપ્યું હતું
ઇન્સ્ટાગ્રામ પર ‘મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ’ના સ્ટેજ પરથી તેની તસવીરો શેર કરતી વખતે, રશેલ ગુપ્તાએ લખ્યું – ‘અમે કર્યું! અમે ભારતીય ઇતિહાસમાં પ્રથમ ગોલ્ડન ક્રાઉન જીત્યો. દરેક ક્ષેત્રે વિજયી. મારામાં વિશ્વાસ કરનારા દરેકનો ખૂબ ખૂબ આભાર! હું વચન આપું છું કે હું તમને નિરાશ નહીં કરું. હું એક રાણી બનવાનું વચન આપું છું જેનું સામ્રાજ્ય તમે હંમેશા યાદ રાખશો.

થાઈલેન્ડમાં આયોજિત ‘મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ’માં રશેલ ગુપ્તા વિજેતા બની હતી, જ્યારે ફિલિપાઈન્સની ક્રિસ્ટીન જુલિયન ઓપિઝાને ફર્સ્ટ રનર અપ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ સિવાય મ્યાનમારની એક સ્પર્ધક સેકન્ડ રનર અપ બની હતી.

ટાઈટલ જીત્યા બાદ રચેલે કહ્યું- મારો દેશ ભારત છે

ટાઈટલ જીત્યા બાદ રચેલે કહ્યું- હું ભારત જેવા દેશમાંથી આવું છું, જ્યાં દરેકને ભોજન, પાણી, શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓ નથી. અને આ વિશ્વના મોટાભાગના ભાગો માટે સાચું છે. આ સમય છે કે આપણે એકબીજા સાથે લડવાનું બંધ કરીએ અને એકબીજાને માન આપવાનું શરૂ કરીએ અને ખાતરી કરીએ કે આ ગ્રહ પર દરેક માટે પૂરતા સંસાધનો છે. અંતમાં રચેલે મીડિયાનો આભાર માન્યો હતો.

રચેલે કહ્યું- “હું માનું છું કે આજે વિશ્વની સૌથી ગંભીર સમસ્યા વધુ પડતી વસ્તી અને સંસાધનોની અછતને કારણે થતી ગરીબી છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ગ્રહ પર દરેક માટે પૂરતું નથી. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે વિશ્વ નેતાઓ માટે. જવાબદારી લેવા અને બધા માટે પર્યાપ્ત સંસાધનોના વિચારને પ્રોત્સાહન આપવા માટે આપવા વિવિધ દેશોમાં જન્મ નિયંત્રણ પદ્ધતિઓને પ્રોત્સાહન આપીને આ કરી શકીએ છીએ.

આ પણ વાંચો : ‘વકીલ તેમના જુનિયરને વાજબી પગાર આપતા શીખે’ CJI ચંદ્રચુડે કેમ આવું કહ્યું? જાણો

Back to top button