ઓનલાઈન Ludo રમતા પડ્યા પ્રેમમાં, લગ્ન કરવા કાપ્યું આટલું અંતર
મધ્યપ્રદેશ, 26 ઓકટોબર, પ્રેમ ક્યાં અને ક્યારે શરૂ થશે તે કહી શકાતું નથી. લુડો ગેમ (Ludo Game) જે સામાન્ય રીતે મનોરંજક ગેમ તરીકે રમવામાં આવે છે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જય આ ગેમ એક કપલ માટે જીવનનો મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક વિચિત્ર અને અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને યુવતી ઓનલાઈન લુડો (Ludo) ગેમ રમતા રમતા એકબીજાના પ્રેમમાં પડ્યા અને અંતે લગ્ન કરી લીધા.
કહેવાય છે કે પ્રેમમાં લોકો તમામ હદ પાર કરે છે. તમે કેટલીય લવ સ્ટોરી સાંભળી હશે અને જોઈ હશે. અમુક લોકોનો પ્રેમ દુનિયામાં અમર થઈ જાય છે. તો અમુકે ઈશ્કમાં કંઈક એવું કર્યું છે, જેના વિશે કોઈએ ક્યારેય સાંભળ્યું પણ નહીં. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મધ્ય પ્રદેશના બુંદેલખંડમાંથી સામે આવ્યો છે. અહીં એક યુવક અને યુવતીને પ્રેમ થઈ જાય છે, પણ પરિવાર આ સંબંધની વિરુદ્ધમાં હતો. બાદમાં બંનેએ એક થવાનો નિર્ણય લીધો અને લગ્ન કરી લીધા. ઓનલાઈન લુડો ગેમ રમતા રમતા મધ્ય પ્રદેશના બુંદેલખંડના એક યુવકને રાજસ્થાનની યુવતી સાથે પ્રેમ થઈ ગયો. અને પછી ભાગીને લગ્ન કરી લીધા.
એડવોકેટ રવિ પાંડેએ જણાવ્યું કે છતરપુરના રહેવાસી અમન અગ્રવાલ ઓનલાઈન લુડો ગેમ દ્વારા રાજસ્થાનના કોટા શહેરની રહેવાસી પ્રિયંકા સૈનીને મળ્યા હતા. આ પછી બંને ફોન પર વાત કરવા લાગ્યા અને બંને પ્રેમમાં પડ્યા. લગભગ બે વર્ષ સુધી ચાલેલા તેમના પ્રેમપ્રકરણ પછી, જ્યારે અમન તેની ગર્લફ્રેન્ડ પ્રિયંકાને મળવા રાજસ્થાનના કોટા ગયો, ત્યારે પ્રિયંકાના પરિવારના સભ્યોએ અમનને ખૂબ માર માર્યો. અમનની રિપોર્ટ પણ કોટામાં લખાય ન હોતી. તે સમયે પ્રિયંકા સગીર હતી. આ પછી અમન છતરપુર પરત આવ્યો અને અહીંના SP ને અરજી કરીને પ્રિયંકાના પરિવાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી પરંતુ કંઈ થઈ શક્યું નહીં. આ પછી પણ અમન અને પ્રિયંકાએ ફોન પર વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. હવે જ્યારે પ્રિયંકા પુખ્ત થઈ, ત્યારે તે પોતે છતરપુર આવી અને અમનને મળી. પાંડેએ જણાવ્યું કે અમન અને પ્રિયંકાએ ગુરુવારે કોર્ટમાં કોર્ટ મેરેજ કર્યા હતા. હવે તેઓ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરી શકશે. વળી, યુવક અમન અગ્રવાલે કહ્યું કે તેણે આજે જિલ્લા કોર્ટમાં પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે.
આ પણ વાંચો…ગુરુગ્રામમાં એક મકાનમાં લાગી આગ, 4 લોકો જીવતા ભૂંજાયા