મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભાજપની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, PM મોદી સહિત આ દિગ્ગજોના નામ
- કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, આસામના CM હિમંતા બિસ્વા સરમા, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથનું નામ સામેલ
નવી દિલ્હી, 26 ઓકટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધવા લાગ્યું છે. કોંગ્રેસે આજે શનિવારે તેના 23 ઉમેદવારોની જાહેરાત કરી છે. આના થોડા સમય બાદ હવે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, આસામના CM હિમંતા બિસ્વા સરમા, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. આ તમામ દિગ્ગજો વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં પક્ષના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરશે.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે કુલ 288 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતગણતરી 23 નવેમ્બરે થશે. ભાજપ શાસક મહાયુતિ ગઠબંધનનો ભાગ છે. તેમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે.
જૂઓ આ સ્ટાર પ્રચારકોની યાદી
ભાજપે 99 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને વર્તમાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહાગઠબંધને 278 સીટોની વહેંચણીને આખરી ઓપ આપી દીધો છે. ભાજપના ઉમેદવારોની આગામી યાદી ટૂંક સમયમાં આવશે. અત્યાર સુધીમાં ભાજપે કુલ 99 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી કહે, શિવસેના (એકનાથ શિંદે જૂથ) 45 બેઠકો પર અને NCP 38 બેઠકો પર છે.
આ પણ જૂઓ: મહારાષ્ટ્ર : કોંગ્રેસે વધુ 23 ઉમેદવારોના નામની બીજી યાદી કરી જાહેર, જૂઓ