ટ્રેન્ડિંગનેશનલ

ગુરુગ્રામમાં એક મકાનમાં લાગી આગ, 4 લોકો જીવતા ભૂંજાયા

Text To Speech

ગુરુગ્રામ, 26 ઓકટોબર, દિવાળીમાં આગ લાગવાના ઘણા બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક આગ લગાવની ઘટના પ્રકાશમાં આવી છે. હરિયાણાના ગુરૂગ્રામના એક મકાનમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી છે. આ દર્દનાક ઘટનામાં મકાનની અંદર રહેલા 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. શુક્રવારે મોડી રાત્રે સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં આવેલા એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આગમાં 4 લોકોના મૃત્યુ થયા છે. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

હરિયાણાના ગુરૂગ્રામથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં આવેલા એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.  આ દર્દનાક ઘટનામાં મકાનની અંદર રહેલા 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. 4 લોકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તમામ મૃતકો ગારમેન્ટ કંપનીમાં ટેલરનું કામ કરતા હતા. તમામ લોકો મૂળ બિહારના રહેવાસી છે.

મૃતકોમાં એક પરણિત હતો. તેની પત્ની અને બાળકો દિવાળીના તહેવાર પર ઘરે આવ્યા હતા.  ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે તપાસ બાદ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાશે.

આ પણ વાંચો..અમદાવાદની હવા બની ઝેરી, AQIના સ્તરમાં થયો વધારો

Back to top button