ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

‘મેરે ઢોલના સુન’ પર માધુરી સાથે ડાન્સ કરતી વખતે પડી વિદ્યા બાલન! પરંતુ ચાલુ રાખ્યો ડાન્સ, જૂઓ વીડિયો

  • હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ

મુંબઈ, 26 ઓકટોબર: ભૂલ ભુલૈયા 3‘ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સાથે, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત પણ આ ફિલ્મનો એક ભાગ છે અને તેની સાથે ‘આમી જે તોમર'(મેરે ઢોલના સુન) પણ હોરર-કોમેડીનો ભાગ હશે. આ ગીત ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં પણ હતું. હાલમાં જ ‘આમી જે તોમર 3.O’ રિલીઝ થઈ છે. શુક્રવારે મુંબઈમાં આ ગીતની લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. માધુરી અને વિદ્યાના પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રીઓ એકબીજાને ટક્કર આપતાં જોઈ શકાય છે.

જૂઓ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

વિદ્યા બાલન પોતાનું સંતુલન ગુમાવી બેઠી

હકીકતમાં, આમી જે તોમર 3.O પર ડાન્સ કરતી વખતે વિદ્યા બાલન પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને સ્ટેજ પર પડી ગઈ. વિદ્યા બાલને આ સમગ્ર પરિસ્થિતિને ખૂબ જ સુંદરતાથી સંભાળી અને બેસીને તેનું પ્રદર્શન ચાલુ રાખ્યું. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ વિદ્યા બાલનના વખાણ કરતા થાકતા નથી. વિદ્યા બાલને જે રીતે આ સમગ્ર પરિસ્થિતિને સંભાળી હતી, તેના લોકો તેના ફેન બની ગયા છે.

વિદ્યા બાલનની ખૂબ પ્રશંસા થઈ રહી છે

વીડિયો પર કોમેન્ટ કરતી વખતે યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. લોકોનું કહેવું છે કે, વિદ્યા બાલને આ સમગ્ર પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સંભાળી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘આ રીતે તમે લાગેલી ઠોકરને પાવર મૂવમાં ફેરવી શકો છો.’ બીજાએ લખ્યું કે, ‘તેણીએ તેને ખૂબ જ સુંદર રીતે સંભાળ્યું.’ અન્ય ઘણા યુઝર્સ છે જેમણે અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરી છે.

1 નવેમ્બરે રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3

ભૂલ ભૂલૈયા 3 વિશે વાત કરવામાં આવે તો, દર્શકો ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ દિવાળી પર એટલે કે 1લી નવેમ્બરે રિલીઝ થશે. તાજેતરમાં જ મેકર્સ દ્વારા ફિલ્મનું ટાઈટલ ટ્રેક રિલીઝ કરવામાં આવ્યું હતું, જે રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું હતું. આ ગીતમાં કાર્તિક આર્યન સાથે પીટબુલ અને પંજાબી સેન્સેશન દિલજીત દોસાંઝ પણ જોવા મળી રહ્યો છે. અમી જે તોમર 3.O વિશે વાત કરવામાં આવે તો, તે શ્રેયા ઘોષાલે ગાયું છે.

આ પણ જૂઓ: ધ સાબરમતી રિપોર્ટ : ગોધરાકાંડની હકીકત દર્શાવતી ફિલ્મનું નવું ટીઝર રિલીઝ, જૂઓ

Back to top button