આફ્રિકા સામે T20 અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
નવી મુંબઈ, 26 ઓક્ટોબર : બીસીસીઆઈ દ્વારા 8 નવેમ્બરથી આફ્રિકા સામે શરૂ થતી T20 સીરીઝ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનાર બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભારતીય ટીમ ડરબનમાં 8 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પ્રથમ T20 મેચ રમશે. મયંક યાદવ અને શિવમ દુબેને ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યા નથી. રિયાન પરાગ પણ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. જેથી તેની પસંદગી થઈ નથી. આ સીરીઝ ભારત સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ રમવાનું છે.
4 T20 મેચ માટે ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રર. રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાક, અવેશ ખાન, યશ દયાલ.
ભારત અને સાઉથ આફ્રિકા
- પ્રથમ ટી20 : ડરબન : 8 નવેમ્બર
- બીજી ટી20 : ગેકેબરહા : 10 નવેમ્બર
- ત્રીજી ટી20 : સેંચ્યુરિયન : 13 નવેમ્બર
- ચોથી ટી20 : જોહનસબર્ગ : 15 નવેમ્બર
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સીરીઝ માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારતે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યોની ટીમમાં અભિમન્યુ ઇશ્વરન, હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીની પસંદગી કરી છે. પીઠની સમસ્યાને કારણે કુલદીપ યાદવ ટીમનો ભાગ નથી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
ટીમ ઈન્ડિયા 3 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. જેમાં પહેલી મેચ 22 નવેમ્બરથી પર્થમાં યોજાશે. પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં અને બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ટીમ ઈન્ડિયા 2014 બાદ ઓસ્ટ્રેલિયા સામે કોઈ ટેસ્ટ સિરીઝ હારી નથી. આ સમયગાળા દરમિયાન ટીમે વિરાટ કોહલીની કપ્તાનીમાં 2 શ્રેણી જીતી હતી.
ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. તેને ટીમમાં સ્થાન મળ્યું નથી, શમી પગની ઘૂંટીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, જેના માટે તેણે આ વર્ષની શરૂઆતમાં સર્જરી કરાવી હતી. તે ઈજાના કારણે 2023 ODI વર્લ્ડ કપ ફાઈનલથી મેદાનની બહાર છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈસ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
અનામત: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ
- પ્રથમ ટેસ્ટ : પર્થ : 22 – 26 નવેમ્બર
- બીજી ટેસ્ટ : એડીલેડ : 6 થી 10 ડિસેમ્બર (ડે એન્ડ નાઇટ)
- ત્રીજી ટેસ્ટ : ગાબા : 14 થી 18 ડિસેમ્બર
- ચોથી ટેસ્ટ : મેલબર્ન : 26 થી 30 ડિસેમ્બર
- પાંચમી ટેસ્ટ : સિડની : 3 થી 7 જાન્યુઆરી
આ પણ વાંચો :- મહેસુલ વિભાગ દ્વારા 79 ડે.કલેક્ટરની બદલી અને 44 મામલતદારોને નાયબ કલેક્ટરની બઢતી અપાઈ, જૂઓ યાદી