મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સામાન્ય જનતા માટે કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે. જેમાં મહેસૂલી નિયમોમાં નીતિવિષયક સુધારા કર્યા છે. વહીવટી સુધારાત્મક અભિગમ સાથે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને પ્રાથમિકતા અપાઈ છે. સખાવતી હેતુસર તબદીલીમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સખાવતી હેતુસર તબદીલીમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપવાની જાહેરાત
ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે તો સાથે જ રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિની જાહેરાત પણ કરવામાં આવી છે. ગુડ ગવર્નન્સની આ આગવી પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બનશે. તેમજ ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીનના કિસ્સામાં નમૂના નં.7માં સ્પષ્ટતા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સ્ટે-ઓર્ડર ન હોય તેવા પડતર દાવાની નોંધ નમૂના-7માં ન કરવા તેમજ લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિટી સર્વે રેકર્ડ-હક્કચોકસી-પ્રમોલગેશનમાં ક્ષતિ કે ભુલસુધારણાની સમયમર્યાદા તા. 31ડિસેમ્બર-2023 સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મહેસુલી સેવા વધુ સરળ બનશે અને સામાન્ય લોકોને વધુ લાભ મળશે