ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયેલનો ઈરાનના સૈન્ય મથકો પર મોટો હુમલો, IDFએ કહ્યું: આ અમારો જવાબી હુમલો

  • ઈરાનના અનેક શહેરોમાં વિસ્ફોટ, નેતન્યાહુએ પોતે રાખી નજર

નવી દિલ્હી, 26 ઓકટોબર: ઈઝરાયેલે 25 દિવસ બાદ ઈરાન પર મોટો હુમલો કરીને બદલો લીધો છે. ઈરાનના અનેક શહેરોમાં વિસ્ફોટ થયા છે. જો કે, ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે, આ હુમલાઓ ઓઈલ પ્લાન્ટ કે ન્યુક્લિયર સાઈટ પર નથી થયા. માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડી હતી. આ પછી ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઈરાનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે અને હવે ઈઝરાયેલ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાની મીડિયા અનુસાર, એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઈલોને હવામાં તોડી પાડી હતી.

 

ઈઝરાયેલના હુમલા અંગે US વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, ઈરાનમાં સૈન્ય મથકો પર ઈઝરાયલી હુમલા સ્વરક્ષણમાં કરવામાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં તેહરાને ઈરાન પર બેલેસ્ટિક મિસાઈલ હુમલો કર્યો હતો. જેના જવાબમાં ઈઝરાયેલે હુમલો કર્યો છે. તે જ સમયે, ઇઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા સીન સેવેટે જણાવ્યું હતું કે “સૈન્ય મથકોને નિશાન બનાવતા હુમલા સ્વ-બચાવમાં અને 1 ઓક્ટોબરના રોજ ઇરાન દ્વારા ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા.”

મિલિટરી બેઝને નિશાન બનાવવામાં આવ્યું

ઈઝરાયલે ઈરાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. આ હુમલો તેહરાન સહિત ઈરાનના અન્ય શહેરોમાં સૈન્ય મથકો પર કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયાએ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, હુમલામાં પરમાણુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા નથી. માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેહરાનમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા છે. ઈઝરાયેલે એક સાથે અનેક ટાર્ગેટ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલના સંરક્ષણ દળે(IDF) હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, ઈરાન દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ મહિનાઓ સુધી સતત થઈ રહેલા હુમલાના જવાબમાં ઈઝરાયેલની સેના ઈરાનના સૈન્ય મથકો પર હુમલો કરી રહી છે.

 

ઈરાન 7 ઓક્ટોબરથી હુમલા કરી રહ્યું છે

ઈઝરાયેલે કહ્યું છે કે, ઈરાન અને તેના લોકો 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યા છે. તેથી ઈઝરાયેલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અત્યારે, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ ઇરાનમાં લશ્કરી લક્ષ્યો સામે ચોક્કસ હુમલાઓ કરી રહી છે, ઇરાની શાસન દ્વારા ઇઝરાયેલ રાજ્ય સામે મહિનાઓ સુધી સતત હુમલાના જવાબમાં. ઈરાનમાં શાસન અને આ પ્રદેશમાં તેના પ્રોક્સીઓ 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત સાત મોરચે હુમલો કરી રહ્યા છે, જેમાં ઈરાની ધરતી પરથી સીધા હુમલાનો સમાવેશ થાય છે.

ઈઝરાયેલને જવાબ આપવાનો અધિકાર

ઇઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, દુનિયાના દરેક સાર્વભૌમ દેશની જેમ ઇઝરાયેલ પાસે જવાબ આપવાનો અધિકાર અને ફરજ છે. અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમે ઇઝરાયેલ રાજ્ય અને ઇઝરાયલના લોકોના બચાવ માટે જે જરૂરી હશે તે કરીશું. જનરલ સ્ટાફના ચીફ, એલટીજી હર્ઝી હલેવી હાલમાં ઇઝરાયેલી એરફોર્સના કમાન્ડિંગ ઓફિસર,મેજર જનરલ તોમર બાર સાથે કેમ્પ રાબીન ઇઝરાયેલી એરફોર્સના ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાંથી ઇરાન પરના હુમલાની કમાન સંભાળી રહ્યા છે.

આ પણ જૂઓ: ખાલિસ્તાની આતંકી પન્નુ સામે NIA ની મોટી કાર્યવાહી, જાણો શું પગલાં ભર્યા

Back to top button