ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડાના ટોરેન્ટોમાં સર્જાયો ભયંકર અકસ્માત, કાર સળગી ઉઠતાં 3 ગુજરાતી થયા ભડથું

કેનેડા, 25 ઓકટોબર, કેનેડાના ટોરન્ટોમાં એક ભયાનક કાર અકસ્માત થયો છે. આ કાર અકસ્માતમાં આગ લાગતા ચાર ભારતીયોના ઘટના સ્થેળ જ મૃત્યુ થયા છે. કેનેડાના ટોરેન્ટોમાં એક ટેસ્લા કાર પુરઝડપે જઇ રહી હતી, જેમાંથી ત્રણ ગુજરાતીઓના મૃત્યુ થયા છે. અને એક મહારાષ્ટના યુવકનું મૃત્યુ થયું છે. જયારે અન્ય એક ભારતીય યુવતી ઈજાગસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ટોરેન્ટોમાં એક ટેસ્લા કાર પુરઝડપે જતા અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ તેમાં આગ લાગી હતી. આ મૃતકોમાં ગોધરાનાં સગાં ભાઈ-બહેન અને આણંદ જિલ્લાના બે યુવકનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કારમાં 5 લોકો સવાર હતાં.

વિદેશમાંથી ઘણીવાર અકસ્માતોના બનાવ સામે આવે છે, ત્યારે હાલમાં વધુ એક બનાવ કેનેડામાંથી સામે આવ્યો છે. ડાઉનટાઉન ટોરોન્ટોમાં ગુરુવારે વહેલી સવારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. કેનેડાના ટોરેન્ટોમાં બુધવારની રાત્રે ત્રણ યુવાન અને બે યુવતી જમીને ટેસ્લા કારમાં ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કાર થાંભલા સાથે અથડાતાં બેટરી ડેમેજ થવાને કારણે આગ લાગી ગઈ હતી, કારમાં 5 ભારતીયો સવાર હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે કારમાં સવાર એક યુવતિનો આબાદ બચાવ થયો. મૃતકોમાં બોરસદના જયરાજસિંહ સિસોદિયા, ગોધરાના સગા ભાઈ-બહેન કેતા સંજયસિંહ ગોહિલ અને નીલરાજ સંજયસિંહ ગોહિલ તેમજ મહારાષ્ટ્રના દિગ્વિજય સામેલ છે.

પરિવારજનોમાં આ અંગે જાણ થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનામાં માલવદીપસિંહજી રાઉલ સહિતના રાજકીય અગ્રણીઓ પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ફ્રેંડના ગ્રુપમાં કોઈનો બર્થડે હતો, તે બર્થડે મનાવીને ત્યાંથી પરત ફરી રહ્યાં હતા તે સમયે અકસ્માત થયાની પ્રાથમિક માહિતી અમને મળી છે. આ અકસ્માત ડાઉનટાઉન ટોરોન્ટોમાં ગુરુવારે વહેલી સવારે થયો હતો. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિને સળગતી કારમાંથી અન્ય કાર ડ્રાઈવર દ્વારા બહાર ખેંચી લેવામાં આવી હતી, તેથી તે બચી ગઈ છે.

મૃત પામેલા ગુજરાતીઓમાં આણંદ જિલ્લાનાં બોરસદ વિધાનસભાનાં પૂર્વ કોંગી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનાં ભાણેજ જયરાજસિંહનું મૃત્યુ થયું છે. મૃતક જયરાજસિંહનાં પિતા હરેન્દ્રસિંહ સીસોદીયા ભાદરણ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. જયરાજસિંહ સિસોદિયા છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં રહેતો હતો. જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ સાથે જ ગોધરાના સગા ભાઈ-બહેનનું પણ આ કાર અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે. તે સંજયભાઈ ગોહિલ 30 વર્ષ અને નીલ સંજયભાઈ ગોહિલ 26 વર્ષનું કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં આ પરિવાર ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે. બંને ભાઈ બહેનના પિતા સંજયભાઈ ગોહિલ ગોધરાના પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના નિવૃત્ત કર્મચારી છે.

આ પણ વાંચો…કેનેડામાં ભારતીય યુવતીનું મૃત્યુ: બેકરીના ઓવનમાંથી શરીરના સળગેલા અંગો મળ્યા

Back to top button