ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

ઇડીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને કરી સીલ, કોંગ્રેસ આજે સંસદમાં ઉઠાવશે અવાજ

Text To Speech

નેશનલ હેરાલ્ડ કેસમાં ચાલી રહેલી EDની તપાસ હવે પૂછપરછ બાદ એક્શન સુધી પહોંચી ગઈ છે. ઇડીએ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતા અખબાર નેશનલ હેરાલ્ડના કાર્યાલય સહિત ૧૨ જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા.જે બાદ ઇડીએ દિલ્હીના હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી છે.

નેશનલ હેરાલ્ડની ઓફિસને ઇડીએ કરી સીલ

ઇડીની આ કાર્યવાહી બાદ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે. EDની કાર્યવાહી બાદ કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર ડરાવવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની બહાર મોટા પ્રમાણમાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ મામલો આગામી દિવસોમાં ઉગ્ર બની શકે છે.

કોંગ્રેસે કર્યો વિરોધ

ઇડી મની લોન્ડરિંગ કાયદા હેઠળ નેશનલ હેરાલ્ડ અખબારની ગેરરીતીના આરોપોની તપાસ કરી રહી છે. જેમાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અનેકની પૂછપરછ થઇ ચુકી છે. જ્યારે મંગળવારે જ ઇડીએ નેશનલ હેરાલ્ડના કાર્યાલય સહિત 12 સ્થળે પુરાવા એકઠા કરવા દરોડા પાડયા હતા. બાદમાં આ અખબારનું કાર્યાલય સીલ કરી દેવાયું છે. બીજી તરફ ઇડીની કાર્યવાહી સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો શરૃ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપરાંત ગાંધી પરિવારની સુરક્ષા પણ વધારવામાં આવી છે.

દરોડામાં હવાલા કનેક્શન સામે આવ્યું 

કોંગ્રેસ હવે આ મુદ્દો ગુરુવારે પણ સંસદમાં અવાજ ઉઠાવવા જઈ રહી છે. બીજી તરફ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત અલગ-અલગ સ્થળો પર ED દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના તાર હવાલા સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ED દ્વારા મંગળવારે પાડવામાં આવેલા દરોડામાં કેટલાક હવાલા કનેક્શન સામે આવ્યા છે. એકાઉન્ટ બુકની એન્ટ્રીમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે. આ હવાલા એન્ટ્રીઓ કોલકાતા અને મુંબઈમાં મળી આવી છે.

Back to top button