મોઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે દિવસેને દિવસે રોજબરોજની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી વધુ એક વાર અદાણી ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા ચાર દિવસમાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. 2 ઓગસ્ટના રોજ કંપનીએ પ્રતિ કિલો સીએનજીના ભાવમાં 1 રૂપિયા 99 પૈસાનો વધારો કર્યો હતો.
સીએનજીના ભાવમાં ભડકો
જો કે અદાણી ગેસે આજે ફરી એક વખત સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. આજે અદાણી ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયો 49 પૈસાનો ભાવ વધારો કર્યો છે. CNGના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આજના ભાવ વધારા બાદ હવે CNG વાહનચાલકોને પ્રતિ કિલો 87 રૂપિયા 38 પૈસા ચૂકવવા પડશે.
CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 87.38 પર પહોંચ્યો
અદાણી CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 87.38 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા 83.90 રૂપિયા ભાવ આજે 87.38 રૂપિયા પર પહોંચતા CNG કાર ચાલકોને પણ હવે મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. તો બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન પણ સતત મોંઘુ થઈ રહ્યું છે. જેની અસર જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓ પર પણ પડી છે. ઉલ્લેખનીય છે કે આ કારણે તમામ વસ્તુઓના ભાવ વધતા સામાન્ય માણસની કમર તૂટી છે.