ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ તો ખતરનાક છે! વિકિપીડિયાની કામગીરી પર HCએ ઉઠાવ્યો ગંભીર પ્રશ્ન, જાણો શું છે મામલો

  • ANIએ વિકિપીડિયા પર પોતાના વિશે ખોટી માહિતી આપવાનો આરોપ લગાવીને માનહાનિનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હી, 25 ઑક્ટોબર: દિલ્હી હાઈકોર્ટે વિકિપીડિયાના સંચાલનની રીત પર પ્રશ્ન ઉઠાવ્યા છે અને તેને અત્યંત જોખમી ગણાવ્યું છે. દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝ એજન્સી ANI દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, “કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્લેટફોર્મ પર પ્રકાશિત સામગ્રીને કેવી રીતે બદલી શકે છે. આ એક ખતરનાક પદ્ધતિ છે.” જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે આ વાત ત્યારે કહી જ્યારે વિકિપીડિયા સાથે જોડાયેલા લોકોએ કોર્ટને કહ્યું કે, તેમાં પ્રકાશિત કન્ટેન્ટને કોઈપણ એડિટ કરી શકે છે. હકીકતમાં, ANIએ વિકિપીડિયા પર પોતાના વિશે ખોટી માહિતી આપવાનો આરોપ લગાવીને માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

વિકિપીડિયાએ શું દલીલ કરી?

કેસ પર સુનાવણી દરમિયાન વિકિપીડિયાએ દલીલ કરી હતી કે, કોઈપણ તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ એડિટ કરી શકે છે. તેથી તેની સામે કાર્યવાહી કરવી યોગ્ય નથી. આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં ન્યાયાધીશે કહ્યું કે, “શું કોઈપણ વિકિપીડિયા પેજને સંપાદિત કરી શકે છે? તો પછી આ કેવું પેજ છે, જેને કોઈ પણ ખોલી શકે?” જેના જવાબમાં વિકિપીડિયાના વકીલે કહ્યું કે, “કોઈપણ વ્યક્તિને સંપાદન કરવાનો અધિકાર હોવા છતાં,પરંતુ કોઈપણ માહિતી પોસ્ટ કરનારને ઈન્ટરનેટ પર સામગ્રી પ્રકાશિત કરવા સંબંધિત નિયમો લાગુ પડે છે.” તેના પર જસ્ટિસ પ્રસાદે કહ્યું કે, “આ એક ખતરનાક સિસ્ટમ છે.” જ્યારે વિકિપીડિયાએ કહ્યું કે, યુઝર્સને એડિટ કરતી વખતે નિયમોનું પાલન કરવું પડે છે. વિકિપીડિયાના વકીલ મહેતાએ કહ્યું કે, ‘તે ફેસબુક જેવું નથી. આ સોશિયલ મીડિયા પણ નથી, જેમાં દરેકનું પોતાનું પેજ હોય ​​અને તેના પર કંઈપણ કરી શકે. જો કોઈ યુઝર પાસે જરૂરી માહિતી હોય તો તે ઉમેરી શકે છે. આ પેજ સંપાદિત કરવા માટે દરેક માટે ખુલ્લું છે. તેથી જ તેની વિશ્વસનીયતા પણ છે. આમાં, કોઈપણ માહિતી શેર કરતા પહેલા, સોર્સને પણ શેર કરવાનો રહેશે.

હકીકતમાં, ANIએ વિકિપીડિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીને કહ્યું કે, તેના પેજ પર આપવામાં આવેલી માહિતીમાં એજન્સીને પ્રોપેગેન્ડા ટૂલ તરીકે વર્ણવવામાં આવી છે. જેના પર હાઈકોર્ટે વિકિપીડિયાને સમન્સ જારી કરીને પેજ પર ફેરફાર કરનારા ત્રણ લોકો વિશે જણાવવા કહ્યું હતું. પરંતુ વિકિમીડિયા ફાઉન્ડેશને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને હવે આ કેસની સુનાવણી ડિવિઝન બેંચમાં ચાલી રહી છે.

Back to top button