ટ્રેન્ડિંગદિવાળી 2024ધર્મ

દિવાળી પહેલા ઘરની આ વસ્તુઓ રિપેર કરાવી લો, વાસ્તુ અનુસાર અશુભ છે ખરાબ થવું

Text To Speech
  • દિવાળી પહેલા ઘરની સફાઈ પણ કરવામાં આવે છે. દિવાળી પર દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને જે ઘરમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે

HD ન્યુઝ ડેસ્કઃ દરેક વ્યક્તિ દિવાળીના મહાપર્વની રાહ જુએ છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. દિવાળી પહેલા ઘરની સફાઈ પણ કરવામાં આવે છે. દિવાળી પર દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને જે ઘરમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓનું તૂટેલું હોવું અશુભ છે. જો તમારા ઘરમાં કોઈ વસ્તુ તૂટી ગઈ હોય તો તેને દિવાળી પહેલા રીપેર કરાવી લો.આવો જાણીએ કઈ વસ્તુઓ ઘરમાં બગડી કે તૂટી જાય તો તે અશુભ માનવામાં આવે છે.

ઘરના દરવાજા રીપેર કરાવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર દરવાજામાં કંઈક તૂટ ફૂટ થઈ હોય તો તેને અશુભ માનવામાં આવે છે. જો ઘરનો દરવાજો તૂટ્યો હોય તે તેમાંથી અવાજ આવતો હોય અથવા તેમાં કોઈ તિરાડ હોય તો દિવાળી પહેલા તેને રીપેર કરાવી લો.

ફર્નિચરને ઠીક કરાવી લો

વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા ફર્નિચરથી ઘરમાં નકારાત્મકતા આવે છે. જો ઘરમાં કોઈ ફર્નિચરને નુકસાન થયું હોય તો તેને રિપેર કરાવો.

ઘડિયાળ રિપેર કરાવી લો

વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળનું ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ ઘડિયાળને કારણે ઘરનું વાતાવરણ પ્રભાવિત થાય છે. આ દિવાળી પહેલા તમારી તૂટેલી કે બગડી ગયેલી ઘડિયાળને રિપેર કરાવી લો.

ઈલેક્ટ્રોનિક્સ સામાન બગડેલો ન રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ખરાબ ઈલેક્ટ્રોનિક વસ્તુઓના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે. આ દિવાળી પહેલા ઘરમાં પડેલી ક્ષતિગ્રસ્ત ઈલેક્ટ્રોનિક વસ્તુઓને ખાસ રીપેર કરાવી લો અથવા જો તે રિપેરેબલ ન હોય તો તેને ઘરમાં જ ન રાખો

ઘરમાં ભંગાર ન રાખો

વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવાય છે કે ઘરમાં કોઈ પણ વધારાની વસ્તુ ન હોવી જોઈએ. ઘરમાં રહેલો ભંગાર તમારી નકારાત્મકતા વધારી શકે છે. દિવાળી અગાઉ આવી કોઈ પણ નકામી વસ્તુ ઘરમાં જુઓ તો તેને બહાર કાઢજો.

આ પણ વાંચોઃ દિવાળીમાં ગુરૂ-શનિની વક્રી ચાલથી 3 રાશિઓનો રાજયોગ, કોને થશે ફાયદો?

Back to top button