ગુજરાતચૂંટણી 2022
વિધાનસભા ચૂંટણી : રાજ્યના તમામ જિલ્લા કલેકટરોની શુક્ર – શનિવારે ગાંધીનગરમાં તાલીમ
આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દીધો છે. અગાઉ રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને ગાંધીનગર ખાતે બે દિવસ તાલીમ માટે બોલાવ્યા હતા આ ઉપરાંત આગામી તા. 10 ઓગષ્ટથી ફર્સ્ટ લેવલ ઇવીએમનું ચેકિંગ રાજકીય પક્ષોની હાજરીમાં હાથ ધરાશે. સાથોસાથ તા. 5 અને 6 ઓગષ્ટના રોજ ફરી રાજ્યના જિલ્લા કલેકટરોની ગાંધીનગરમાં ચૂંટણીલક્ષી તાલીમ યોજવામાં આવી છે.
ત્રણ વર્ષ કે તેથી વધુ સમય થયો હોય તેવા અધિકારીઓની થઈ શકે છે બદલી
દરમિયાન ચૂંટણી માટેનું સેટઅપ પણ આવી ગયું છે જેને ધ્યાનમાં રાખી તમામ ચૂંટણી સ્ટાફના તા. 1 સપ્ટેમ્બરથી કલેકટર કચેરીએ ચૂંટણીની જગ્યા માટે ઓર્ડર નીકળશે. આ ઉપરાંત ત્રણ વર્ષ થઇ ગયા હોય તેવા તમામ અધિકારીઓ, કર્મચારીઓની વતનની બહાર બદલી કરાશે. ખાસ કરી મામલતદાર, ડે. કલેકટર, કલેકટર, ડીડીઓ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.