ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અમિતાભ અને અભિષેક બચ્ચને મુંબઈમાં ખરીદ્યા 10 ફ્લેટ, જાણો કેટલી છે કિંમત

Text To Speech
  • મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પ્રોપર્ટીમાં મોટાપાયે રોકાણ કરે છે

મુંબઈ, 25 ઓકટોબર: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પ્રોપર્ટીમાં મોટાપાયે રોકાણ કરી રહ્યા છે, પરંતુ આ વખતે પિતા-પુત્રની જોડીએ એક-બે નહીં પરંતુ એક સાથે 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. અમિતાભ-અભિષેકે મુંબઈના મુલુંડમાં 10 ફ્લેટ ખરીદી લીધા છે. આ તમામ 10 ફ્લેટની કુલ કિંમત લગભગ 24.95 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ લેટેસ્ટ ડીલ અંગેની માહિતી સ્ક્વેર યાર્ડ દ્વારા મિલકત નોંધણી દસ્તાવેજોમાંથી મેળવવામાં આવી છે. દસ્તાવેજો અનુસાર, 10 ફ્લેટમાંથી 8 ફ્લેટનો કાર્પેટ એરિયા 1049 ચોરસ ફૂટ છે જ્યારે બાકીના 2 એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 912 ચોરસ ફૂટ છે. પિતા-પુત્રની જોડીએ 10 ફ્લેટ માટે રૂ. 1.50 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 3 લાખની નોંધણી ફી ચૂકવી છે.

કયા ખરીદ્યા તમામ ફ્લેટ?

પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો દર્શાવે છે કે, અમિતાભ બચ્ચન અને અભિષેકે ઓબેરોય રિયલ્ટીના પ્રોજેક્ટ ઓબેરોય ઇટર્નિયામાં 10 ફ્લેટ ખરીદ્યા છે. ઓબેરોય ઇટર્નિયા પ્રોજેક્ટમાં 3 BHK અને 4 BHK ફ્લેટ રેડી-ટુ-મૂવ ઉપલબ્ધ છે. દસ્તાવેજો અનુસાર, બચ્ચન પરિવારે ખરીદેલા આ તમામ 10 ફ્લેટ 10,216 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા છે. બચ્ચન પરિવારે 10 ફ્લેટની સાથે 20 કાર પાર્કિંગ સ્પેસ પણ ખરીદી છે. દસ્તાવેજો અનુસાર, પિતા-પુત્રની જોડી દ્વારા આ તમામ ફ્લેટનું રજિસ્ટ્રેશન 9 ઓક્ટોબર 2024ના રોજ કરવામાં આવ્યું હતું હતું.

બંનેએ 2020થી 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

સ્ક્વેર યાર્ડ્સ અનુસાર, આ 10માંથી 6 ફ્લેટ અભિષેક બચ્ચને ખરીદ્યા છે, જેની કિંમત 14.77 કરોડ રૂપિયા છે. જ્યારે તેમના પિતા અમિતાભ બચ્ચને 4 ફ્લેટ ખરીદ્યા છે. અમિતાભ અને અભિષેક બચ્ચને 2020થી 2024 વચ્ચે રિયલ એસ્ટેટમાં કુલ 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ પણ જૂઓ: માથામાંથી ટપકતું લોહી-લાલ આંખો! 6 વર્ષ બાદ CIDની વાપસી, જૂઓ પહેલી ઝલક

Back to top button