M4 MacBook Pro અને નવું iMac આવતા અઠવાડિયે થશે લોન્ચ? Appleએ આપ્યા સંકેત
નવી દિલ્હી, 25 ઓકટોબર: Apple આવતા અઠવાડિયે ઘણી મોટી જાહેરાતો કરવા જઈ રહી છે. કંપનીએ સંકેત આપ્યા છે કે 28 ઓક્ટોબરે કંઈક મોટું થશે. કંપની M4 સંચાલિત MacBook Pro અને iMac લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં આઈપેડ પ્રોમાં M4 ચિપ આપવામાં આવી હતી અને હવે આશા છે કે, આ ચિપ નવા MacBook મોડલ્સમાં આપવામાં આવશે. Apple નવી મેક મિની અને એસેસરીઝ પણ રજૂ કરી શકે છે. નવી MacBook Air લોન્ચ કરવાની અટકળો પણ ચાલી રહી છે.
એપલે આવતા અઠવાડિયે કંઈક મોટું થવાના સંકેત આપ્યા છે. 28 ઓક્ટોબરના રોજ, કંપની નવા MacBook Pro મોડલ અને M4 ચિપ સાથેના નવા iMacનું અનાવરણ કરી શકે છે. Appleના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ જોસવૈકે કહ્યું કે, 28 ઓક્ટોબરે લોસ એન્જલસમાં હેન્ડ-ઓન અનુભવ થશે. Apple આ સમયગાળા દરમિયાન ઘણા નવા ઉપકરણો પણ લોન્ચ કરી શકે છે.
Mac (😉) your calendars! We have an exciting week of announcements ahead, starting on Monday morning. Stay tuned… pic.twitter.com/YnoCYkZq6c
— Greg Joswiak (@gregjoz) October 24, 2024
નવા ડિવાઇઝ આવતા અઠવાડિયે લોન્ચ કરવામાં આવશે
Appleના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ જોસવિકે કહ્યું છે કે, 28 ઓક્ટોબરના રોજ લોસ એન્જલસમાં હેન્ડ્સ-ઓન અનુભવ થશે. અત્યાર સુધી, તેઓએ પુષ્ટિ કરી નથી કે, આ અઠવાડિયે શું થવાનું છે. પરંતુ એવો સંકેત આપ્યો છે કે, કંપનીએ તેના ઘણા ડિવાઇઝ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. થોડા દિવસો પહેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, નવી મેકબુક ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આવી સ્થિતિમાં હવે Appleએ પણ આવતા અઠવાડિયે કંઈક મોટું થવાના સંકેત આપ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આ ઘટના એક દિવસથી વધુ સમય ચાલી શકે છે.
M4 ચિપ સાથે નવું MacBook Pro
Apple ડિવાઇઝ જેની યુઝર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે છે નવું MacBook Pro. આ મોડલ જે M4 ચિપ સાથે આવે છે. જેમાં બેઝ મોડલમાં 14 ઇંચની સ્ક્રીન મળી શકે છે. આગામી MacBook 16GBની શરુઆતની રેમ સાથે આવી શકે છે. તેમાં 3 થંડરબોલ્ટ પોર્ટ, 10 કોર CPU અને 10 કોર GPU હશે. ટોપ મોડલ 14 ઇંચ અને 16 ઇંચ મેકબુક પ્રો મોડલમાં M4 Pro અને M4 Max ચિપ્સ હશે, જેના કારણે પરફોર્મન્સ મજબૂત બની શકે છે. જો કે, ડિઝાઇનમાં વધુ ફેરફારની અપેક્ષા નથી.
M4 ચિપ સાથે નવું iMac
MacBook Pro સિવાય, Apple એક નવું 24-inch iMac લોન્ચ કરે તેવી પણ ચર્ચા છે. વર્તમાન iMac મોડલ્સ M3 ચિપ પર ચાલે છે, પરંતુ આગામી સપ્તાહની જાહેરાત M4 ચિપમાં અપગ્રેડ જાહેર કરી શકે છે. આ નવું મોડલ 16GB રેમ સાથે આવી શકે છે.
Mac Minની નવી ડિઝાઇન
Mac Miniને નવી ડિઝાઇનમાં લાવી શકાય છે. રિપોર્ટ અનુસાર, નવું Mac Mini તેના અગાઉના મોડલ કરતા ઘણું નાનું હશે. તેમાં M4 અને M4 Pro ચિપ કન્ફિગરેશન્સ હોવાની અપેક્ષા છે.
આ પણ જૂઓ: Samsungએ 3 ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં, Huaweiના આ ફોનને સીધી ટક્કર