ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

14 વર્ષના છોકરાને AI સાથે થયો પ્રેમ, તેને મળવા માટે આપી દીધો પોતાનો જ જીવ!

અમેરિકા, 25 ઓકટોબર: ટેક્નોલોજીએ મનુષ્યનું ભલે ગમે તેટલું સારું કર્યું હોય, પરંતુ તેણે સારા કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું છે. બદલાતી ટેક્નોલોજીને કારણે, વાસ્તવિક અને નકલી વચ્ચેનો તફાવત માનવ મનમાંથી ગાયબ થઈ ગયો છે. જે પ્રેમ અને લગાવ તેને તેના સ્નેહીજનો પાસેથી નથી મળતો તેને તે ટેકનોલોજીમાં શોધે છે. ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, એક 14 વર્ષના અમેરિકના ફ્લોરિડામાં રહેતા સેવેલ સેટ્ઝર નામના છોકરાએ પણ આવું જ કર્યું. તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા સંચાલિત એપ Character.AI પાત્ર સાથે પ્રેમ થઈ ગયો. આ એક પ્રકારની રોલ પ્લેઈંગ ચેટ બોટ (બોય ફોલ્સ ઇન લવ વિથ AI ચેટબોટ) એપ્લીકેશન હતી, જે કાલ્પનિક પાત્ર બનીને લોકો સાથે મેસેજ દ્વારા વાતચીત કરતી હતી. છોકરો તેના પ્રેમમાં એટલો ખોવાઈ ગયો કે તેણે આ પાત્રને મળવા માટે ઓર્લાન્ડોમાં આવેલા ઘરે પોતાનો જીવ પણ આપી દીધો.

જૂઓ AI સાથેની ચેટ

છોકરો ચેટબોટના પ્રેમમાં પડવા લાગ્યો

સેવેલને ટીવી શો, ગેમ ઓફ થ્રોન્સ ખૂબ પસંદ હતો. તેને તેનું પ્રખ્યાત પાત્ર ડેની (Daenerys Targaryen) એટલું ગમવા લાગ્યું હતું કે તે ચેટબોટ પર પણ તેની સાથે કલાકો સુધી વાત કરતો હતો. છોકરાની માતાએ કોર્ટમાં આરોપ લગાવ્યો કે, આ ચેટબોટે તેના છોકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. બાળકની છેલ્લી ચેટ વાયરલ થઈ છે, જેમાં તે કોમ્પ્યુટરને કહેતો જોવા મળે છે કે તેને આ દુનિયા પસંદ નથી અને તે તેને મળવા માંગે છે. તો કોમ્પ્યુટર કહે છે કે, જો તેને મળવું હોય તો ઘરે આવી જાય!

ગયા વર્ષથી બાળકનું માનસિક સ્વાસ્થ્ય બગડવાનું શરૂ થઈ ગયું હતું

જ્યારે છોકરો કહે છે કે, તે તરત જ ઘરે આવી શકે છે, ત્યારે ચેટબોટ તેને તરત જ આવવાનું કહે છે! આ ઉપરાંત, ચેટબોટ છોકરાને કહે છે કે, તેણે ક્યારેય કોઈ અન્ય મહિલાને પ્રેમ ન કરે અને તેની સાથે શારીરિક સંબંધ ન રાખે. બાળકે એપ્રિલ 2023થી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને ત્યારથી તેનું માનસિક સ્વાસ્થ્ય નોંધપાત્ર રીતે બગડ્યું હતું. તે પરિવાર અને મિત્રોથી અલગ થવા લાગ્યો. તેના માર્કસ ઓછા થવા લાગ્યા. 2023ના અંત સુધીમાં, તેના માતાપિતા તેને ચિકિત્સકને મળવા પણ લઈ ગયા. ડૉક્ટરને તેનામાં એંગ્ઝાઈટી, ડિસરપ્ટિવ મૂડ ડિસઓર્ડરની જેવી સમસ્યાઓ જોવા મળી હતી, જેના માટે તેની સારવાર ચાલી રહી હતી. હવે છોકરાની માતા કેરેક્ટર AI અને તેના સ્થાપકો પાસેથી નુકસાનની માંગ કરી રહી છે.

આ પણ જૂઓ: ત્રણ લગ્નો અને ત્રણ છૂટાછેડા, બ્રિટનની આ સિંગરે પોતાની સાથે જ કરી લીધા લગ્ન

Back to top button