ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ પક્ષ નહીં ઉતારે ઉમેદવાર

Text To Speech
  • હજુ સુધી એકપણ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી
  • સ્થાનિક નેતાઓને લડવાની ઉત્સુક્તા હોય તે સ્વાભાવિક છે
  • કદાચ પાર્ટી દ્વારા જે તે ઉમેદવારને સીધો મેન્ડેડ આપી દેવાશે

ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં હવે આમ આદમી પાર્ટી વાવ બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારશે નહિ. તેથી હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર યોજાવા થઇ રહી છે.

હજુ સુધી એકપણ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ‘અમે મતોનું વિભાજન ના થાય તે માટે અમારી પાર્ટી ઉમેદવાર જાહેર નહીં કરે.’ જણાવી દઈએ કે, અગાઉ આપ નેતા દ્વારા વાવ બેઠક પર ચૂંટણી લડવાની વાત કરાઈ હતી. જોકે હજુ સુધી એકપણ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે હવે વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે તેવા સમાચાર પણ મળી રહ્યા છે. જે તે ઉમેદવારને સીધો મેન્ડેડ આપી દેવાશે.

સ્થાનિક નેતાઓને લડવાની ઉત્સુક્તા હોય તે સ્વાભાવિક છે

ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, ‘સ્થાનિક નેતાઓને લડવાની ઉત્સુક્તા હોય તે સ્વાભાવિક છે. પરંતુ આમ આદમી પાર્ટી લોકોના હિત માટે લડી રહી છે. કામની રાજનીતિ કરી રહી છે. વાવ વિધાનસભા બેઠક પર અમે પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો સાથે અમારી ખુબ પોઝિટિવ વાતચીત થઈ રહી છે. સત્તાવાર જાહેરાત કરીશું. ભાજપ હારે તે જરૂરી છે. તો જ ભાજપ કંટ્રોલમાં આવે અને લોકોના કામ કરશે. આ બેઠક કોંગ્રેસની છે એવું અમે માનીએ છીએ.’

આમ આદમી પાર્ટીએ પીછેહટ કરતા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત કોન્ફરન્સ કરીને ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી શકે છે. પેટાચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાનું નિશ્ચિત છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પીછેહટ કરતા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે.

Back to top button