ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લેન્ડફોલ બાદ ચક્રવાતી તોફાન ‘દાના’ની તબાહી, જાણો કેટલું નુકસાન થયું?

  • બંને રાજ્યના મુખ્યમંત્રીઓ આ વાવાઝોડાની અસર પર સતત નજર રાખી રહ્યા છે

નવી દિલ્હી, 25 ઓકટોબર: ચક્રવાતી વાવાઝોડું દાના સતત તબાહી મચાવી રહ્યું છે. ચક્રવાતી તોફાન દાનાએ મધ રાતે 12:45 વાગ્યે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરામાં લેન્ડફોલ કર્યું હતું. લેન્ડફોલ દરમિયાન તેની ઝડપ 120 કિમી પ્રતિ કલાક હતી. હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.

સ્ટેશન-એરપોર્ટ બધું બંધ, 300 ફ્લાઇટ અને 552 ટ્રેનો રદ્દ

ચક્રવાત ‘દાના’ના પગલે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ છે, જ્યાં તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે. તોફાનના કારણે બંગાળ અને ઓડિશામાં 300 ફ્લાઈટ અને 552 ટ્રેનો રદ કરવામાં આવી છે.

 

ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા અને હોર્ડિંગ્સ તૂટી પડ્યા

ચક્રવાત દાના ત્રાટક્યા બાદ ઓડિશાના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ભારે પવનના કારણે હોર્ડિંગ્સ તૂટી ગયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, લેન્ડફોલ પૂર્ણ થયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ ભારે વરસાદ પડી શકે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાને પહોંચી વળવા માટે સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા છે.

ઓડિશામાં 14 જિલ્લાના 10 લાખ લોકો શિફ્ટ થયા

તોફાન પ્રભાવિત વિસ્તારોમાં NDRF, SDRF, જિલ્લા વહીવટીતંત્રની ટીમો તૈનાત છે. સાવચેતીના ભાગરૂપે ઓડિશાના 14 જિલ્લાઓમાંથી 10 લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 3.5 લાખ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. તોફાનના કારણે બંગાળ અને ઓડિશામાં 300 ફ્લાઈટ અને 552 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

વાવાઝોડાને કારણે ધામરા અને ભદ્રકમાં ભારે નુકસાન

ભારે પવન અને વરસાદને કારણે ઓડિશાના ધામરા અને ભદ્રકમાં ભારે નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. આ વિસ્તારના વૃક્ષો ધરાશાયી થયા છે. વીજ થાંભલા ઉખડી ગયા છે. સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે.

ઓડિશાના અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ જેવી સ્થિતિ

દાના તોફાન ટૂંક સમયમાં ઓડિશામાં લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે. દાના વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. વિનાશના આ મહાન વાવાઝોડાનો ભય એટલો મોટો છે કે ટ્રેન, ફ્લાઈટ, બસ, કાર, બધું જ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. લોકો ઘરના દરવાજા અને બારીઓ બંધ કરીને છુપાઈ ગયા છે. NDRFની ટીમો તૈનાત છે. ઓડિશાના ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળને ચક્રવાત ‘દાના’ને લઈને એલર્ટ કરવામાં આવ્યું છે. એવો અંદાજ છે કે, ચક્રવાત દાના 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે ટકરાશે.

IMDએ જણાવ્યું કે, ચક્રવાત બનાવવાની પ્રક્રિયા 25 ઓક્ટોબરની મોડી રાત અને સવાર સુધી ચાલુ રહેશે. IMD અનુસાર, ચક્રવાતની લેન્ડફોલ પ્રક્રિયા ધીમી છે, સામાન્ય રીતે 5-6 કલાક લે છે. જ્યારે ચક્રવાત લેન્ડફોલ કરશે ત્યારે ભારે વરસાદ, પવન અને તોફાન તેમની ટોચ પર હશે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠે પહોંચે છે, ત્યારે બે મીટર ઊંચા મોજાં ઉછળવાની ધારણા છે અને ચક્રવાત 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે અથડાશે.

રાજ્યની ડિઝાસ્ટર ટીમની વાવાઝોડાની અસર પર નજર 

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં ચક્રવાતી તોફાન દાના પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજ્યની ડિઝાસ્ટર ટીમો વાવાઝોડાની અસર પર નજર રાખી રહી છે. CM મમતા બેનરજી પણ રાજ્યના અધિકારીઓ સાથે વાવાઝોડાની અસરની સમીક્ષા કરી રહ્યા છે.

દેશના આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

ચક્રવાતી તોફાનની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ અને યુપીમાં જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. અન્ય રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ રાજ્યોને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ જૂઓ: કાશ્મીરના ગુલમર્ગમાં સેનાની ગાડી ઉપર આંતકી હુમલો, 5 જવાન ઘાયલ

Back to top button