અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગુજરાત સાયન્સ સિટી ખાતે 25થી 27 ઑક્ટોબર દરમિયાન યોજાશે રોબોફેસ્ટ-ગુજરાત

ગાંધીનગર, 24 ઑક્ટોબર, 2024: રોબોફેસ્ટ – ગુજરાતની ચોથી સિઝન (ROBOFEST-GUJARAT 4.0) આવતીકાલ શુક્રવારથી રવિવાર સુધી સાયન્સ સિટી ખાતે યોજાશે. ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ રોબોફેસ્ટમાં આ વખતે 1200 કરતાં વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ROBOFEST-GUJARAT 4.0, આ વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર ભારતની પ્રીમિયર રોબોટિક્સ સ્પર્ધા તરીકે શરૂ કરવામાં આવી છે, જેમાં કુલ રૂ. 5.00 કરોડની ઈનામી રકમ ની જોગવાઈ સાથે ભારતભરના મહત્વાકાંક્ષી એન્જિનિયરોને આકર્ષિત કરતી એક સ્પર્ધા છે.

શું છે આ વર્ષે રોબોફેસ્ટ-ગુજરાતની મુખ્ય બાબતો?

  1. સમગ્ર દેશમાંથી કુલ 1284 રજીસ્ટ્રેશન.
  2. લેવલ-2 “પ્રૂફ ઓફ કોન્સેપ્ટ” માટે 56 સંસ્થાઓમાંથી 169 ટીમોની પસંદગી
  3. માર્ગદર્શક અને ટીમના સભ્યો સહિત 800 થી વધુ સહભાગીઓ લેવલ-II “પ્રૂફ ઓફ કોન્સેપ્ટ” માં ભાગ લેશે
  4. કુલ 169 પ્રોવિઝનલ પેટન્ટ ફાઇલ કરવામાં આવશે.

ROBOFEST-GUJARAT 4.0 વિદ્યાર્થીઓના વિચારો અને નવીનતાને પ્રોત્સાહિત કરવા, સર્જનાત્મક રોબોટિક્સ સ્પર્ધામાં વધુને વધુ વિદ્યાર્થીઓને સામેલ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. સ્પર્ધામાં નવા અને નવીન વિચારો પર કામ કરવું, કોન્સેપ્ટનો નક્કર પુરાવો બનાવવો અને સાત અલગ-અલગ કેટેગરીમાં પ્રોટોટાઈપ રોબોટ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.

વર્તમાન પ્રવાહોને જોતાં, GUJCOST એ STEM સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવા માટેના સાત પ્રકારના રોબોટ્સની ઓળખ કરી છે, જેમાં ટુ-વ્હીલ સેલ્ફ-બેલેન્સિંગ રોબોટ્સ, સબમરિન અથવા અંડરવોટર રોબોટ્સ, રોવર્સ રોબોટ, હેક્સાપોડ રોબોટ, સ્વોર્મ રોબોટ, ફન રોબોટિક્સ: મેઝ સોલ્વિંગ રોબોટ અને ઉપયોગ આધારિત રોબોટ કેટેગરી નો સમાવેશ થાય છે.

ROBOFEST-GUJARAT 4.0 માં રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 1 જુલાઈ 2024સુધી 34 યુનિવર્સિટીઓ, 104 સંસ્થાઓ અને 4 શાળાઓમાંથી રેકોર્ડબ્રેક 1,284 રજિસ્ટ્રેશન થયા છે.

IIT મદ્રાસ, IIT દિલ્હી, IIT ભુવનેશ્વર, IIT ધનબાદ, IIT મુંબઈ, IIT ગાંધીનગર, IIT કાનપુર, NIT જમશેદપુર, NIT તિરુચિરાપલ્લી, NIT રાઉરકેલા, SVNIT સુરત, MANIT ભોપાલ, VNIT નાગપુર, સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પુણે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, આસામ એન્જિનિયરિંગ કોલેજ, ચંદીગઢ યુનિવર્સિટી, ગોવા યુનિવર્સિટી અને PDEU ગાંધીનગર સહિતની ટોચની વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી લેવલ-1 માટે 682 વિચાર દરખાસ્તો પસંદ કરવામાં આવી હતી.

ગુજકોસ્ટે દેશની અગ્રણી સંસ્થાઓના સભ્યો સાથે રોબોફેસ્ટ-ગુજરાત કાર્યક્રમ માટે એક ટેકનિકલ સલાહકાર સમિતિની રચના કરી છે, કે જે, મોડેલોની જટિલતા, મૌલિકતા અને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ આધારે મૂલ્યાંકન કરશે.

રોબોફેસ્ટ-ગુજરાત 4.0 સ્પર્ધાના ત્રણ સ્તર ધરાવે છે 169 આઇડિયા લેવલ II પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ (POC) સ્ટેજ પર પહોંચ્યા અને દરેક ટીમને 50,000 રૂપિયા ના ઇનામો આપવામાં આવ્યા સાથે કુલ રૂ. 84.0 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું.

વિદ્યાર્થીઓના નવીન વિચારોની અપાર સંભાવનાને ધ્યાનમાં રાખીને, 169 વિજેતા ટીમો માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યુવા સંશોધકોને માર્ગદર્શન આપવા અને ઉચ્ચ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (PoC) દર્શાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. પસંદ કરેલી ટીમે તેમના વિચારોને આકાર આપ્યો અને બે મહિનાના સમયગાળામાં તેમના રોબોટના પ્રૂફ ઓફ કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો

લેવલ II પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (POC) તબક્કામાં, રોબોફેસ્ટની માર્ગદર્શિકા મુજબ, પસંદ કરાયેલી દરેક ટીમને તમામ સાત કેટેગરીમાં રૂ. 2,00,000/- (રૂપિયા બે લાખ) ની ઇનામ ની રકમ આપવામાં આવશે.

લેવલ III એ અંતિમ તબક્કો છે અને પસંદ કરેલી દરેક ટીમે તેમનો અંતિમ રોબોટ સબમિટ કરવાનો રહેશે જે તમામ રીતે કાર્યરત હશે અને ઇનામ રૂપે રૂ. 10.00 લાખ, 7.5 લાખ અને 5 લાખ પ્રથમ, દ્રિતીય, અને તૃતીય વિજેતાને મળશે, જે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે. એમ ત્રણેય સ્તરોમાં કુલ ઈનામની રકમ રૂ. 5.0 કરોડ છે.

આ પ્રોગ્રામ STEM વિદ્યાર્થીઓના શિક્ષણના સંશોધનને ખૂબ મહત્વ આપે છે કારણ કે તેમાં નવા અને નવીન વિચાર પર કામ કરવું, ખ્યાલનો નક્કર પુરાવો બનાવવો અને અંતે વિવિધ કેટેગરીમાં પ્રોટોટાઇપ રોબોટ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે. દેશના વિદ્યાર્થીઓમાં નવા સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકતાના સંદર્ભમાં વિશાળ બજાર મૂલ્ય ધરાવતા રોબોટ્સ બનાવવાની આ ખૂબ જ સારી પ્રક્રિયા છે.

આ પણ વાંચોઃ શું છે મુંબઈમાં સ્થિત મહાલક્ષ્મી મંદિરનો રહસ્યમય ઈતિહાસ, ધનતેરસ પર આ મંદિરનું કેમ છે આટલું મહત્ત્વ? 

Back to top button