ટ્રેન્ડિંગનેશનલમીડિયા

3 મહિના સુધી માતાના મૃતદેહ પાસે રહ્યો દીકરો, ન કર્યાં અંતિમ સંસ્કાર

Text To Speech

આસામ, 24 ઓકટોબર :    આસામના ગુવાહાટીના જ્યોતિકુચી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 40 વર્ષીય જયદીપ દેવે પોતાની માતા પૂર્ણિમા દેવીના મૃતદેહને ત્રણ મહિના સુધી ઘરમાં રાખ્યો હતો. તેની માતાના મૃત્યુ પછી, તેણે મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યા ન હતા કારણ કે તેને ડર હતો કે તે ફરીથી જીવતા થઈ જશે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પડોશીઓએ પૂર્ણિમા દેવી લાંબા સમયથી જોવા ન મળવા અને ઘરની બગડતી હાલત અંગે સવાલો ઉઠાવ્યા.

પોલીસ તપાસ મુજબ જયદીપની માતાનું ત્રણ મહિના પહેલા અવસાન થયું હતું પરંતુ તેણે આ અંગે કોઈને જાણ કરી ન હતી. પાડોશીઓનું કહેવું છે કે જયદીપ દરરોજ તેની માતા માટે ખાવાનું લાવતો હતો. તેના ઘરની બહાર કચરાના ઢગલા હતા. જ્યારે પડોશીઓએ તેને તેની માતા વિશે પૂછ્યું ત્યારે તેણે ખુલાસો કર્યો કે તેની માતાનું અવસાન થયું છે. આ પછી ચિંતિત પડોશીઓએ પોલીસને જાણ કરી.

જ્યારે પોલીસ જયદીપના ઘરે પહોંચી તો તેમને પલંગ પર પૂર્ણિમા દેવીનું હાડપિંજર મળ્યું. ઘરની અંદરથી પૂજા સામગ્રી, ભગવાન શિવનું ચિત્ર, દૂબ (ઘાસ) અને એક સળગતો દીવો મળી આવ્યો હતો. જયદીપે પોલીસને જણાવ્યું હતું કે તે દરરોજ ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કરતો હતો, તેની માતા જીવિત થશે તેવો વિશ્વાસ છે.

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પૂર્ણિમા દેવી તેના પતિના મૃત્યુ બાદ પુત્ર સાથે રહેતી હતી. તેમના પતિ નિવૃત્ત રેલવે અધિકારી હતા અને જયદીપ તેમના પેન્શન પર નિર્ભર હતા. તે બેંકમાંથી નિયમિત પૈસા ઉપાડતો હતો. પાડોશીઓએ જયદીપને માનસિક રીતે અસ્વસ્થ ગણાવ્યો હતો અને પોલીસને શંકા છે કે માનસિક અસ્થિરતાને કારણે તેણે તેની માતાનું મૃત્યુ આટલા લાંબા સમય સુધી છુપાવ્યું હતું.

 

આ પણ વાંચો : માત્ર મૃત્યુ પર જ તને રજા મળશે! કાર અકસ્માત બાદ મેનેજરે કર્મચારીના મેસેજનો આપ્યો આવો જવાબ, જૂઓ

Back to top button