ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IND vs NZ: રવિચંદ્રન અશ્વિને રચ્યો ઈતિહાસ, 39 મેચમાં આ કારનામું કરીને બન્યો નંબર 1

Text To Speech
  • પુણેના MCA સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ

પૂણે, 24 ઓકટોબર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પુણેના MCA સ્ટેડિયમમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની આજે ગુરુવારે બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પુણે ટેસ્ટના પહેલા દિવસે ન્યુઝીલેન્ડે સારી શરૂઆત કરી હતી, પરંતુ મેચમાં આર. અશ્વિન બોલિંગ કરવા આવ્યો કે તરત જ તેણે કીવી ટીમના કેપ્ટનને પેવેલિયન મોકલી દીધો. પ્રથમ સેશનના અંત સુધીમાં આર. અશ્વિને 2 વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે આર અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચી દીધો છે.

 

નાથન લિયોનને પાછળ છોડી દીધો

આર. અશ્વિને પુણે ટેસ્ટના પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી છે. પ્રથમ સેશનમાં 2 વિકેટ લઈને અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ સાથે અશ્વિને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોનને પાછળ છોડી દીધો છે. અત્યાર સુધી આ લિસ્ટમાં નાથન લિયોન નંબર વન પર હતો. નાથનના નામે 43 મેચમાં 187 વિકેટ છે. હવે અશ્વિને માત્ર 39* મેચમાં આ આંકડો પાર કર્યો છે. અશ્વિને તેના નામે 188* વિકેટ નોંધાવી છે.

 

 2 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા

પુણે ટેસ્ટમાં આર. અશ્વિને ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લૈથમની પ્રથમ વિકેટ ઝડપી હતી. આ પછી અશ્વિને બીજા બેટ્સમેન વિલ યંગને આઉટ કર્યો. પ્રથમ સેશનની 7 ઓવર બાદ જ કેપ્ટન રોહિત શર્માએ અશ્વિનને બોલિંગ પર ઉતાર્યો હતો. ટીમ ઈન્ડિયાને પણ પ્રથમ સેશનમાં આનો ફાયદો મળ્યો.

આ પણ જૂઓ:  નબળી ગણાતી આ ટીમે T20Iમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર, તોડ્યો ભારતનો પણ રેકોર્ડ

Back to top button