ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

Video: ગેટની બહારથી ડોકિયું કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે! જાણો શું છે સમગ્ર મામલો

  • ગાંધી પરિવારે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષનું અપમાન કર્યું છે: ભાજપ

નવી દિલ્હી, 24 ઓકટોબર: પ્રિયંકા ગાંધીએ બુધવારે વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા સમયે DM ઓફિસમાં તેમની સાથે કોંગ્રેસના ઘણા ટોચના નેતાઓ હાજર હતા. જેમાં પ્રિયંકા ગાંધીના માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (વાયરલ વીડિયો) પણ સામેલ છે. આ દરમિયાન નોમિનેશન ફાઈલ કરવાના સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મલ્લિકાર્જુન ખડગે ઓફિસના ગેટની બહારથી ડોકિયું કરતાં જોવા મળે છે. આ વીડિયોને શેર કરતી વખતે ભાજપના ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, “ગાંધી પરિવારે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષનું અપમાન કર્યું છે.”

જૂઓ આ વાયરલ વીડિયો

 

આસામના મુખ્યમંત્રીએ શેર કર્યો વીડિયો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, “આ જોઈને ખૂબ જ ખરાબ લાગે છે કે આટલા વરિષ્ઠ નેતા સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો છે. AICC પ્રમુખ હોય કે PCC પ્રમુખ, શું પરિવારને આ રીતે કોઈને અપમાનિત કરવામાં આનંદ આવે છે?

તે જ સમયે, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ટ્વિટર પર લખ્યું કે, “જ્યારે ફર્સ્ટ ફેમિલી પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નોમિનેશન ફાઇલ કરી રહ્યા હતા, ત્યારે તમે ક્યાં ગયા હતા ખડગે સાહેબ? બહાર ઊભા રાખવામાં આવ્યા, કારણ કે તેઓ પરિવારનો હિસ્સો નથી.  સોનિયા પરિવારના અહંકાર અને અધિકારીની વેદી પર આત્મસન્માન અને ગરિમા બલિદાન થઈ ગઈ,જરા વિચારો કે જો તેઓ વરિષ્ઠ દલિત નેતા અને પાર્ટી અધ્યક્ષ સાથે આવું કરતાં હોય,  તો તેઓ વાયનાડના લોકો સાથે કેવું વર્તન કરશે.”

કોંગ્રેસે શું જવાબ આપ્યો?

ભાજપના આ આરોપનો કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે વીડિયો મેસેજ શેર કરતા કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે ઉમેદવાર સહિત માત્ર પાંચ લોકો જ નોમિનેશન સમયે DMના રૂમમાં બેસી શકે છે.

સુપ્રિયા શ્રીનેતે વધુમાં કહ્યું કે, “જ્યારે મલ્લિકાર્જુન ખડગે, સોનિયા અને રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા ત્યારે કેટલાક લોકો પહેલાથી જ ત્યાં બેઠા હતા, જેમ તેઓ રૂમમાંથી બહાર નીકળ્યા, તેમ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા અને રાહુલ ગાંધી અંદર આવી ગયા અને મલ્લિકાર્જુન ખડગે પ્રથમ હરોળમાં બેઠા હતા. CPPના પ્રમુખ હોવા છતાં, સોનિયા ગાંધી પાછળ બેઠા હતા.”

આ પણ જૂઓ: ‘મારા કરતા સારી સાંસદ હશે પ્રિયંકા ગાંધી’, રાહુલે કંઈક એવું કહ્યું કે સાંભળીને હસી પડ્યા વેણુગોપાલ

Back to top button